Viral Video : સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પાકિસ્તાની ધર્મગુરુ ભારતીય યુવતી સાથેના લગ્ન તોડવા માટે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવી રહ્યા છે. વીડિયોમાં મૌલવીને એમ કહેતા સાંભળી શકાય છે કે, મારા લગ્ન ભારતમાં જ થતા થતા રહી ગયા. દિલકે અરમા આંસુઓ મેં બહ ગયે. ઉનકે બચ્ચે હમે મામુ કહ ગયે
2014માં પીએમ મોદીના સત્તામાં આવ્યાની ઘટનાનો ઉલ્લેખ કરતા મૌલવી કહે છે, “મારા લગ્ન ભારતમાં થવાના હતા. પરંતુ પછી મોદી સરકાર ત્યાં સત્તામાં આવી. પછી વિઝાની સમસ્યા હતી. તો અમે વિચાર્યું કે આગામી ચૂંટણીમાં (એટલે કે 2019માં) વિચારશું, આગામી ચૂંટણીમાં પાછા મોદી સાહેબ આવી ગયા. મોદી જવાબદાર છે એક જગ્યાએ મારા લગ્ન તોડાવવા માટે
— Megh Updates 🚨™ (@MeghUpdates) April 28, 2024
મૌલવી આગળ કહે છે, “પછી અમે વિચાર્યું કે વધુ દસ વર્ષ કોણ રાહ જોશે. આગામી વખતે પણ તે સત્તામાં આવશે, તેથી અમે અહીંયા બેઠા બેઠા… તો આવા લગ્ન અમે નથી કરતા. અમે લગ્ન કરી લઈએ અને તરત જ નીકળીએ એમ નહિ કે દસ વર્ષ સુધી કોણ જોવે આગળ મૌલવી કાવ્યાત્મક શૈલીમાં કહે છે, દિલકે અરમા આંસુઓ મેં બહ ગયે. ઉનકે બચ્ચે હમે મામુ કહ ગયે