પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સ્થિત મિયાવાલીમાં સેનાના એરબેઝ પર સવારે હુમલો કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, કેટલાક આતંકવાદીઓ વહેલી સવારે સીડી લગાવી અને વાયર કાપીને એરબેઝની દિવાલ પર ચઢી ગયા હતા. આ ઘટના સંબંધિત જે તસવીરો સામે આવી છે તેમાં એરબેઝમાં ભીષણ ગોળીબાર અને બોમ્બ ધડાકા બાદ આગ જોવા મળી રહી છે. આતંકી સંગઠન તહરીક-એ-જેહાદે આ હુમલાની જવાબદારી લીધી છે. હાલમાં આતંકવાદીઓ વિરુદ્ધ પાકિસ્તાની સેનાનું ઓપરેશન ચાલી રહ્યું છે
એરબેઝ પર છ આતંકીઓએ હુમલો કર્યો હતો. તેમાંથી ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. સેનાએ કહ્યું છે કે, આતંકી હુમલો નિષ્ફળ ગયો છે. આ સાથે સેનાએ જણાવ્યું છે કે તેમનું ઓપરેશન અંતિમ તબક્કામાં છે જો કે હજુ પણ ત્રણ આતંકીઓ બેઝ પર છુપાયેલા છે. આ હુમલામાં એરક્રાફ્ટની ફ્યુઅલિંગ ટેન્ક પણ નાશ પામી હતી. અને આ આત્મઘાતી હુમલામાં વાયુસેનાના ત્રણ વિમાનોને નુકસાન થયું છે.
આ હુમલામાં તહરીક-એ-જેહાદ પાકિસ્તાન (TJP) સંગઠનના અનેક આત્મઘાતી હુમલાખોરો સામેલ હોવાના અહેવાલ છે. આ સંગઠનના પ્રવક્તા મુલ્લા મોહમ્મદ કાસિમે પણ હુમલાને લઈને ચેતવણી જાહેર કરી છે.
Terrorists attack on the Pakistan Air Force base in Mianwali.
#PAF #Mianwali #PakArmy #earthquake #Blast pic.twitter.com/HwwAWQvX7J
— Rimsha Ishaq (@pti_Rimsha) November 4, 2023