પ્રધાનમંત્રી જન ધન યોજના(Pradhan Mantri Jan Dhan Yojana) એક એવી યોજના છે જે અંતર્ગત દેશના ગરીબોનું ખાતુ ઝીરો બેલેન્સ પર બેંક, પોસ્ટ ઓફિસ અને રાષ્ટ્રીયકૃત બેંકોમાં ખોલવામાં આવે છે. પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) અંતર્ગત ગ્રાહકોને અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. તેમાં કોઇપણ વ્યક્તિ (KYC) ડોક્યુમેન્ટ્સને જમા કરીને ઓનલાઇન કે બેંક જઇને જન ધન ખાતુ ખોલાવી શકે છે. આ ઉપરાંત કોઇપણ પોતાનું સેવિંગ બેંક એકાઉન્ટ જન ધનમાં કન્વર્ટ કરાવી શકે છે. તેમાં બેંક તરફથી RuPay આપવામાં આવે છે. આ ડેબિટ કાર્ડનો ઉપયોગ એક્સીડેંટલ ડેથ ઇન્શ્યોરન્સ, ખરીદ સુરક્ષા કવર અને અન્ય ફાયદાઓ માટે કરી શકાય છે.
SBI તરફથી ગ્રાહકોને તેમના જન ધન ખાતા ખોલાવ્યાના સમયગાળાના હિસાબે ઇન્શ્યોરન્સની રકમ નક્કી થશે. જે ગ્રાહકોનું પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) ખાતુ 28 ઓગસ્ટ, 2018 સુધી ખોલવામાં આવ્યું છે તેમને જારી કરવામાં આવેલા RuPay PMJDY કાર્ડ પર 1 લાખ રૂપિયા સુધીની વીમા રકમ મળશે. જ્યારે 28 ઓગસ્ટ 2018 બાદ જારી રૂપે કાર્ડ પર 2 લાખ રૂપિયા સુધીનું એક્સીડેંટલ કવર બેનેફિટ મળશે.
SBI Insurance Cover: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) RuPay ડેબિટ કાર્ડનો ઉપયોગ કરનાતા તમામ જન-ધન ખાતાધારકોને 2 લાખ રૂપિયા સુધીનું ફ્રી એક્સીડેંટલ કવર આપી રહી છે.
જન ધન ખાતાધારકોને રૂપે ડેબિટ કાર્ડ અંતર્ગત મળતા એક્સીડેંટલ ડેથ ઇન્શ્યોરન્સનો ફાયદો ત્યારે મળશે જ્યારે વીમાધારકે દુર્ઘટનાની તારીખથી 90 દિવસની અંદર ઇંટ્રા અથવા ઇંટર બેંક બંને માંથી કોઇપણ ચેનલ પર કોઇપણ સફળ આર્થિક અથવા બિનઆર્થિક ટ્રાન્જેક્શન કર્યુ હશે. આવી સ્થિતિમાં જ રકમની ચુકવણી કરવામાં આવશે.
ક્લેમ મેળવવા માટે સૌથી પહેલા ક્લેમ ફોર્મ ભરવાનું છે. આ સાથે જ ઓરિજિનલ Death Certificate અથવા પ્રમાણિત નકલ લગાવવી પડશે. એફઆઇઆરની ઓરિજિનલ અથવા સર્ટિફાઇલ કૉપી એટેચ કરો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અને FSL રિપોર્ટ પણ હોવી જોઇએ. આધારકાર્ડની કૉપી. બેંક સ્ટેંપ પેપર પર કાર્ડહોલ્ડર પાસે RuPay કાર્ડ હોવાનું શપથ પત્ર આપવાનું રહેશે. 90 દિવસમાં તમામ ડોક્યુમેન્ટ્સ જમા કરવાના રહેશે. નોમીનીનું નામ અને બેંક ડિટેલ, પાસબુકની કૉપી સહિત જમા કરવાની રહેશે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268