આખરે SBIને એના ડૂબેલા પૈસા પરત મળ્યા .ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા ને લોન આપનાર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળના બેંકોના કન્સોર્ટિયમને 5,824.5 કરોડ રૂપિયાના શેર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ જણાવ્યું છે કે એન્ટી મની લોન્ડરિંગ એક્ટ હેઠળ યુનાઈટેડ બ્રુઅરીઝ લિમિટેડ ના જપ્ત કરેલા શેરને વેચીને આ રકમ મેળવાઈ છે.વિજય માલ્યા પર અનેક બેન્કોમાંથી લેવામાં આવેલી આશરે 9,000 કરોડ રૂપિયાની લોન ભરપાઇ ન કરવાનો આરોપ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એસબીઆઈની આગેવાનીવાળી બેંકોને આશરે 6,624 કરોડ રૂપિયાના UBL ના શેર ટ્રાન્સફર કર્યા પછી 23 જૂનના રોજ ડેબટ રિકવરી ટ્રિબ્યુનલ દ્વારા આ શેર વેચવામાં આવ્યા હતા. ED એ આ શેરોને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કુર્ક કર્યા હતા.
જાણો ડાબા અને જમણાં બંને હાથે બોલીંગ કરી શકે છે કયો ભારતીય ખેલાડી, IPL 2021માં કરી ચુક્યો છે આ કામ .