પઠાણકોટ હુમલાના માસ્ટરમાઇન્ડ અને ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી શાહિદ લતીફની પાકિસ્તાનમાં હત્યા કરવામાં આવી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સિયાલકોટ શહેરની એક મસ્જિદમાં અજાણ્યા હુમલાખોરોએ તેમની ગોળી મારીને હત્યા કરી હતી.
તમને જણાવી દઈએ કે, NIની તપાસમાં ખુલાસો થયો હતો કે લતીફ 2016માં પંજાબના પઠાણકોટ એરબેઝ પર થયેલા આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો.
શાહિદ લતીફની ભારતમાં 1993માં આતંકવાદના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે કાર્યવાહી કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. શાહિદ લતીફ લગભગ 11 વર્ષ સુધી ભારતની જેલમાં કેદ હતો. ભારતમાં તેની સજા પૂર્ણ કર્યા બાદ તેને 2010માં પાકિસ્તાન મોકલી દેવામાં આવ્યો હતો.