નાઈજીરિયામાં પેટ્રોલ ટેન્કર ( fuel tanker explosion nigeria ) માં વિસ્ફોટ થયો છે, જેના કારણે અત્યાર સુધીમાં 104 લોકોના મોત થયા છે અને 50થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકો અને ઘાયલોની સંખ્યામાં વધારો થવાની આશંકા છે.રિપોર્ટ્સ અનુસાર, પોલીસનું કહેવું છે કે જીગાવા સ્ટેટ એક્સપ્રેસ વે પર વિસ્ફોટ ત્યારે થયો જ્યારે લોકો પેટ્રોલ ભરવા માટે ટેન્કર તરફ જઈ રહ્યા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઉત્તર-પશ્ચિમ નાઈજીરિયામાં ( nigeria blast ) આ પેટ્રોલ ટેન્કરની સામે અચાનક એક ટ્રક આવી. જેના કારણે ડ્રાઈવરે ટેન્કર પરનો કાબુ ગુમાવતા ટેન્કર ટ્રક સાથે અથડાતા બચી ગયું હતું પરંતુ ડ્રાઈવર ટેન્કર પર કાબુ રાખી શક્યો ન હતો અને તે રોડ પર લથડતા પલટી ખાઈ ગયો હતો. જ્યારે ટેન્કર પલટી ગયું, પેટ્રોલ રસ્તા પર ઢોળવા લાગ્યું અને લોકો લોભથી તેને ભરવા આવ્યા, ત્યારે જોરદાર વિસ્ફોટ થયો.
સ્થળ પર સળગેલી લાશો પડી હતી
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, સ્થળ પર આગના વિશાળ સ્તરો વધી રહ્યા હતા. અત્યાર સુધીમાં લગભગ 50 ઘાયલોને નજીકની જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થળ પર ખરાબ રીતે દાઝી ગયેલી લાશો પડી હતી. ફાયર વિભાગ, પોલીસ અને સ્થાનિક લોકો બચાવ કાર્યમાં લાગેલા છે.
મજીયા પાસે ટેન્કર પલટી ગયું
સ્થાનિક પોલીસ પ્રવક્તા લવાન શિઇસુ એડમના જણાવ્યા અનુસાર, જિગાવા રાજ્યમાં એક એક્સપ્રેસ વે પર ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. હાલમાં ઘાયલોને બચાવવા અમારી પ્રાથમિકતા છે. અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ટેન્કર કાનો તરફથી આવ્યું હતું, જ્યારે તે મઝિયા પાસે પલટી ગયું હતું.
આ પણ વાંચો – ઇઝરાયેલ પર યુદ્ધવિરામની માંગની અસર નહીં, લેબનોનમાં મેયર સહિત 6ના મોત