- ભારે નુક્સાન સાથે વીજળી અને સંચાર સેવાઓ ખોરવાઈ ગઈ
- ઉત્તર-પશ્ચિમ ચીનના પર્વતીય વિસ્તારમાં આવેલા ભૂકંપે વિનાશ વેર્યો
ઉત્તર-પશ્ચિમ ચીનના પર્વતીય વિસ્તારમાં આવેલા ભૂકંપે વિનાશ કર્યો છે. 6.2ની તીવ્રતાના ભૂકંપના કારણે ઓછામાં ઓછા 131 લોકોના મૃત્યુ થયા છે. અધિકારીઓએ હતું કે ભૂકંપના કારણે અનેક મકાનો કાટમાળમાં ધસી પડ્યા હતા અને લોકોને કડકડતી ઠંડીમાં ઘરની બહાર રહેવા મજબૂર બન્યા છે. તેમણે કહ્યું કે છેલ્લા નવ વર્ષમાં ચીનમાં આ સૌથી શક્તિશાળી ભૂકંપ છે.
અધિકારીઓ અને ચીની મીડિયાના અહેવાલો અનુસાર સોમવારે મધ્યરાત્રિ પહેલા 6.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 700થી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલો છે. ભૂકંપના કારણે ગાંસુ અને કિંઘાઈ પ્રાંતમાં રસ્તાઓને પણ ભારે નુકસાન પહોંચ્યું છે અને વીજળી અને સંચાર સેવાઓ ખોરવાઈ ગઈ છે. ભૂકંપના જોરદાર આંચકાને કારણે ઘણી ઈમારતોને નુકસાન થયું છે અને ઈમરજન્સી કર્મચારીઓ ધરાશાયી ઈમારતોના કાટમાળમાંથી લોકોને શોધીને બહાર કાઢી રહ્યા છે.
ચાઈના અર્થક્વેક નેટવર્ક સેન્ટરના જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્ર ગાંસુના જીશિશાન કાઉન્ટીમાં જમીનથી 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. યુએસ જીઓલોજિકલ સર્વેએ ભૂકંપની તીવ્રતા 5.9 માપી હતી.