London: ભાજપના યુકે પ્રવાસી મિત્રોએ લંડનમાં રન ફોર મોદી કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં એનઆરઆઈઓએ ભાગ લઈ ભાજપ અને વડાપ્રધાન મોદી પ્રત્યે પોતાનો વિશેષ લગાવ દર્શાવ્યો હતો. લંડનમાં પણ કાર્યકરો ભાજપ માટે પ્રચાર કરતા જોવા મળ્યા હતા.
ભારત ઉપરાંત લંડનમાં પણ ભાજપના સમર્થકો છે. યુકે ભાજપના પ્રવાસી મિત્રોએ લંડનમાં રન ફોર મોદી અને ફ્લેશ મોબ ઈવેન્ટનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઘણા NRIઓએ ભાગ લીધો હતો. આ ઈવેન્ટ દરમિયાન બ્રિટનમાં NRI ભાજપ અને વડાપ્રધાન મોદીને પોતાનું સમર્થન દર્શાવતા જોવા મળ્યા હતા.
ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી યુકેના જનરલ સેક્રેટરી સુરેશ મંગલગીરીએ જણાવ્યું કે 2019માં પણ તેમણે ચૂંટણી દરમિયાન આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ત્યારે પણ લોકોએ એવો જ ભાજપ પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો હતો. લોકોમાં આજે પણ ભાજપ અને વડાપ્રધાન મોદી માટે એટલો જ પ્રેમ અને ઉત્સાહ છે. એનઆરઆઈની ભાગીદારીથી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.