ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન પણ ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં ઉતર્યા છે. તે પેલેસ્ટાઈનના સમર્થનમાં બહાર આવ્યો છે. કિમ જોંગ ઉને પોતાના અધિકારીઓને પેલેસ્ટાઈનને સમર્થન આપવાનો આદેશ આપ્યો છે. ઉત્તર કોરિયાએ ઈઝરાયેલ સાથેના યુદ્ધ માટે પેલેસ્ટાઈનને શસ્ત્રો આપવાનું પણ વચન આપ્યું છે. કિમ જોંગ ઉન હવે ઈઝરાયેલને હરાવવા માટે ખતરનાક પ્લાન બનાવી રહ્યા છે. આ માટે તે પેલેસ્ટાઈન અને મધ્ય પૂર્વના અન્ય દેશોને પણ હથિયાર આપશે. દક્ષિણ કોરિયાએ એક ગુપ્તચર અહેવાલમાં કિમ જોંગની યોજના લીક કરી છે. જેના કારણે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે.
વોલ સ્ટ્રીટ જર્નલ અહેવાલ આપે છે કે દક્ષિણ કોરિયાની ગુપ્તચર માહિતી અનુસાર, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને ‘અધિકારીઓને પેલેસ્ટિનિયનોને સમર્થન આપવાનો આદેશ આપ્યો છે’ અને ‘મિલિશિયા જૂથોને શસ્ત્રો વેચવાનું વિચારી શકે છે. તેઓ હમાસ અને હિઝબુલ્લાહ જેવા સંગઠનોને પણ શસ્ત્રો વેચી શકે છે. જો આમ થશે તો ઈઝરાયેલની મુશ્કેલીઓ વધી શકે છે. આવી સ્થિતિમાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની પડકારો વધુ વધશે.
North Korea said it detonated a hydrogen bomb designed for a long-range missile on September 3 and called its sixth and most powerful nuclear test a “perfect success”, sparking world condemnation and promises of tougher US sanctions. / AFP PHOTO / KCNA VIA KNS / STR / South Korea OUT / REPUBLIC OF KOREA OUT —EDITORS NOTE— RESTRICTED TO EDITORIAL USE – MANDATORY CREDIT “AFP PHOTO/KCNA VIA KNS” – NO MARKETING NO ADVERTISING CAMPAIGNS – DISTRIBUTED AS A SERVICE TO CLIENTS
THIS PICTURE WAS MADE AVAILABLE BY A THIRD PARTY. AFP CAN NOT INDEPENDENTLY VERIFY THE AUTHENTICITY, LOCATION, DATE AND CONTENT OF THIS IMAGE. THIS PHOTO IS DISTRIBUTED EXACTLY AS RECEIVED BY AFP. / (Photo credit should read STR/AFP/Getty Images)
ઈરાન સમર્થિત હુથીઓએ પણ ઈઝરાયેલ પર હુમલો કર્યો
કિમ જોંગે પેલેસ્ટાઈનને સમર્થન જાહેર કર્યા બાદ ઈઝરાયેલ સામે લડી રહેલા જૂથોનું મનોબળ વધી ગયું છે. આ દરમિયાન ઈરાન સમર્થિત હુથીઓએ પણ ઈઝરાયેલ પર હુમલો કર્યો છે. હુથિઓનું કહેવું છે કે તેઓએ છેલ્લા કેટલાક કલાકોમાં ઇઝરાયેલ તરફ ઘણા ડ્રોન છોડ્યા છે. જો કે ઈઝરાયેલ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. અત્યાર સુધી, હમાસ સિવાય, હિઝબુલ્લાહ મુખ્યત્વે ઇઝરાયેલ સામે યુદ્ધ લડી રહ્યું છે. હવે હુથીઓએ પણ હુમલો કરવાનો દાવો કર્યો છે.