જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર, પશ્ચિમ કિનારે રિક્ટર સ્કેલ પર 7.2ની તીવ્રતા ધરાવતો ભૂકંપ અનુભવાયો છે. આ પછી જાપાનમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.
જાપાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભૂકંપના કારણે દરિયાઈ મોજા 5 મીટર સુધી ઉછળી શકે છે, જેને જોતા નજીકના લોકોને ઉચ્ચ સ્થળો અને ઈમારતો પર જવા માટે તાકીદ કરવામાં આવી છે.
એનએચકેએ અહેવાલ આપ્યો છે કે, ઇશિકાવા પ્રીફેક્ચરમાં વાજિમા શહેરના દરિયાકિનારે 1 મીટરથી વધુ ઊંચા મોજાઓ ધોવાઇ ગયા છે. હોકુરીકુ ઇલેક્ટ્રિક પાવરે જણાવ્યું હતું કે તે તેના પરમાણુ પાવર પ્લાન્ટ્સમાં કોઈપણ અનિયમિતતાની તપાસ કરી રહી છે, NHKએ અહેવાલ આપ્યો છે.
જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ સરકારને લોકોના જીવનની સલામતી સુનિશ્ચિત કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરવા નિર્દેશ આપ્યો હતો. સરકારને ભૂકંપ અને સુનામી અંગે સ્પષ્ટ માર્ગદર્શન આપવા તેમજ નુકસાનની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભૂકંપ બાદ સ્થાનિક રહેવાસીઓને પણ તાત્કાલિક સ્થળાંતર કરવા તાકીદ કરવામાં આવી છે. તેમજ સરકારના પ્રવક્તાએ લોકોને ચેતવણી આપી છે કે ભવિષ્યમાં વધુ ભૂકંપ આવી શકે છે, તેથી તે માટે તૈયાર રહો.