ઈઝરાયેલ-હમાસ યુદ્ધને ત્રણ મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ ઈઝરાયેલની સેના સતત હમાસના સ્થાનોને નિશાન બનાવી રહી છે. ઈઝરાયેલની સેનાએ દાવો કર્યો છે કે તેમણે 24 કલાકમાં 11 આતંકીઓને ઠાર કર્યા છે.
11 આતંકવાદીઓ માર્યા ગયા
સેનાએ શનિવારે જણાવ્યું હતું કે, ઇઝરાયેલના વિમાનો, ટેન્ક અને સૈન્ય સૈનિકોએ છેલ્લા 24 કલાકમાં ગાઝાના ખાન યુનિસ પર હુમલા વધારી દીધા છે. આ હુમલામાં લગભગ 11 આતંકવાદીઓ માર્યા ગયા છે.
ઇઝરાયલી સેનાએ નિવેદન જારી કર્યું છે
ઇઝરાયેલી સૈન્યના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષા દળોએ આતંકવાદીઓને નિશાન બનાવ્યા હતા જેમણે સૈનિકોની નજીક વિસ્ફોટકો પ્લાન્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો અને અન્ય સૈનિકો પર રાઇફલ અને રોકેટ ફાયરિંગ કરી રહ્યા હતા.