આગામી સમયમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પ્રચાર-પ્રસાર અને રોકાણ માટે ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધીમંડળ દુબઇના પ્રવાસે છે.
ગઇકાલે પ્રથમ દિન વિવિધ ઉદ્યોગગૃહોને પ્રતિનિધીઓ સાથે ફળદાયી ચર્ચા કરીને ગુજરાતમાં વિકાસની તકો અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.
ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ દુબઇમાં યુએઇના (AI) મિનીસ્ટર ઓમર અલ-ઓલમા સાથે મુલાકાત કરીને સાથે ભોજન પણ લીધું હતું. શ્રી સંઘવીએ તેમજ ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્માએ IGFમાં રાઉન્ડ ટેબલ મીટીંગમાં વિવિધ સંસ્થાના મહાનુભાવોને મળીને રાજયમાં વિકાસની તકો અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
આ ઉપરાંત વન ટુ વન બેઠકમાં રાજયમાં રોકાણ કરવા ઇચ્છુક વેપારીઓ, CEO સાથે પણ મુલાકાત યોજાઈ હતી. ગૃહરાજયમંત્રી અને ઉચ્ચપ્રતિનિધીમંડળ દ્વારા ગુજરાતની ભવિષ્યની યોજનાઓ તેમજ સિદ્ધિઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.