ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 1400 ઈઝરાયેલના નાગરિકોના મોત થયા છે. તે જ સમયે ગાઝા પટ્ટીમાં લગભગ 3000 લોકોએ જીવ ગુમાવ્યા છે. મંગળવારે ગાઝા પટ્ટીની એક હોસ્પિટલમાં વિસ્ફોટ થયા બાદ ઘણા વધુ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. દરમિયાન, હમાસ બંધક બનાવવામાં આવેલા સેંકડો ઇઝરાયલી નાગરિકોને મુક્ત કરવા માટે સંમત થયા છે, પરંતુ આ માટે તેણે એક શરત રાખી છે.
IDF એ હુમલાની જવાબદારી લીધી નથી
ઇઝરાયેલ એરફોર્સ (IDF) એ મંગળવારે ગાઝા પટ્ટીમાં થયેલા હવાઈ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. IDF એ પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદ લશ્કરી જૂથ દ્વારા નિષ્ફળ રોકેટ પ્રક્ષેપણ પર હુમલાને જવાબદાર ગણાવ્યો હતો. ઇઝરાયેલી એરફોર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું આ હુમલા માટે ઈસ્લામિક જેહાદ આતંકી સંગઠન જવાબદાર છે.
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર ઈઝરાયેલના આ હુમલામાં 300 લોકોના મોત થયા છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપી છે કે આ હુમલામાં 500 લોકોના મોત થયા છે. પેલેસ્ટાઈનના એક અધિકારીએ મંગળવારના હુમલાને નરસંહાર ગણાવ્યો છે. હવે મૌન સ્વીકારવામાં આવશે નહીં, એમ તેમણે જણાવ્યું હતું.
હમાસ બંધકોને મુક્ત કરવા તૈયાર છે
ઑક્ટોબર 7 શનિવારના રોજ, હમાસે ઑપરેશન અલ-અક્સા ફ્લડ બેટલ હેઠળ ઇઝરાયેલ પર હુમલો કર્યો. આ હુમલા દરમિયાન ગાઝા પટ્ટીમાં આતંકવાદીઓએ સેંકડો ઈઝરાયલી નાગરિકોને બંધક બનાવ્યા હતા. હમાસના એક ઉચ્ચ સ્તરીય અધિકારીએ જણાવ્યું કે તેઓએ લગભગ 200-250 લોકોને બંધક બનાવ્યા છે. ગાઝા સિટી હોસ્પિટલ પર મંગળવારે થયેલા હુમલા બાદ હમાસ બંધકોને મુક્ત કરવા માટે રાજી થઈ ગયો હતો, પરંતુ આ માટે તેણે ઈઝરાયેલ સમક્ષ એક શરત મૂકી છે. વાસ્તવમાં, હમાસે કહ્યું હતું કે જો ઇઝરાયેલ ગાઝા પર હુમલો કરવાનું બંધ કરશે, તો તે બંધકોને મુક્ત કરશે.
અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે મુલાકાત બાદ જણાવ્યું હતું કે અમેરિકા અને ઇઝરાયેલ ગાઝાના નાગરિકો માટે તબીબી સહાય અને જીવન કીટની સુવિધા માટે વાતચીત કરી રહ્યા છે. સોમવારે પણ, ઇઝરાયેલ ગાઝાને પાણીનો પુરવઠો ફરી શરૂ કરવા સંમત થયો હતો.