Google Lens App એ તમામ રેકોર્ડ તોડ્યા, પ્લેસ્ટોર દ્વારા 500 મિલિયનથી પણ વધુ લોકોએ કરી ડાઉનલોડ.
વ.ન્યુ.સ.ગાંધીનગર:-
Google ની એક એપએ 500 મિલિયન ઇન્સ્ટોલનો આંકડો પાર કરી લીધો છે.
ગૂગલ પ્લે સ્ટોર (Google Playstore) પર આ એપને અત્યાર સુધી 500 મિલિયનથી પણ વધારે યુઝર્સ ઇન્સ્ટોલ કરી ચૂક્યાં છે.
આ એપનું નામ છે
Google Lens
જેને 3 વર્ષ પહેલાં લોન્ચ કરવામાં આવી હતી.
ગૂગલ લેન્સ એક એવી એપ છે કે જેને અંડર ધ હુડ વધારે કામ કર્યું છે અને જેના વિશે લોકોને વધારે જાણકારી નથી.
વર્ષ 2018થી જ આ એપએ પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે.
જેનું પરિણામ એ આવ્યું કે, આ એપએ 500 મિલિયન ઇન્સ્ટોલેશન દાખલ કર્યાં છે.
ગૂગલ લેન્સનો ઉપયોગ રિયલટાઇમમાં મેપ્સ અને સાઇનપોસ્ટ માટે કરવામાં આવે છે.
તે QR કોડને સ્કેન, ઇક્વેશન સૉલ્વ કરવું અને શોપિંગ દરમ્યાન આપની માટે બેસ્ટ ડીલ લાવવા જેવાં કામ કરે છે.
ગૂગલ લેન્સ આપની માટે ઘણું બધું કરી શકે છે.
શું છે Google Lens?
ગૂગલ લેન્સ ડાયરેક્ટ આપના એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો કેમેરો ખોલી દે છે.
ત્યાર બાદ આપ જે પણ ચીજ પર આપના કેમેરા લગાવશો, તે તેના વિશેની આપને જાણકારી પ્રદાન કરશે.
આ ગૂગલ આસિસ્ટન્ટ સાથે કામ કરે છે.
યાદીમાં લેન્ડમાર્ક, જગ્યા, છોડ, જાનવર તેમજ પ્રોડક્ટ્સ. ગૂગલ લેન્સ આપને તમામ પ્રકારની જાણકારી આપે છે. ગૂગલ લેન્સ ફોન પર પણ પ્રી ઇન્સ્ટોલ એપ્સની જેમ જ કામ કરે છે.
વધારે લોકો આ એપને પ્લેસ્ટોર પરથી જ ડાઉનલોડ કરે છે.
કેટલાંક ફીચર્સ સમયની સાથે ગૂગલ કેમેરા એપમાં પણ આવી ગયા પરંતુ જો યુઝર્સ લેન્સના કેટલાંક અલગ ફીચર્સ ઇચ્છે છે તો તેઓએ પ્લેસ્ટોર પરથી આ એપને ડાઉનલોડ કરવાની રહેશે.