આખી દુનિયાના ઇન્ટરનેટ પર રાજ કરતી સૌથી મોટી ચાર ટેકનોલોજી કંપનીના વડાઓ અત્યારે અમેરિકામાં અણિયાળા સવાલોનો સામનો કરી રહ્યા છે. એમેઝોન, એપલ, ફેસબુક અને ગૂગલ પર આરોપ છે કે આ ચારેય કંપનીઓએ ઇન્ટરનેટ માર્કેટ પર અંકુશ જમાવવા માટે તેમણે એકત્ર કરેલા ડેટાનો દુરુપયોગ કર્યો છે અને ચારેય કંપનીના હાથમાં વધુ પડતો પાવર આવી ગયો છે.
યુએસમાં છેલ્લા એકાદ વર્ષથી આ બાબતે ઊંડી તપાસ ચાલી રહી છે. તપાસ કરતી એજન્સીઝ દ્વારા લાખો ડોક્યુમેન્ટ્સ તપાસવામાં આવ્યા છે અને ચારેય કંપનીના ટોચના અધિકારીઓની સેંકડો કલાક લાંબી જુબાનીઓ રેકોર્ડ કરવામાં આવી છે. હવે છેવટે એમેઝોનના જેફ બેઝોસ, એપલના ટીમ કૂક, ફેસબુકના માર્ક ઝકરબર્ગ અને ગૂગલના સુંદર પિચાઈની ઓનલાઇન જુબાની લેવામાં આવી છે.
અમેરિકામાં પણ હવે એક સામાન્ય મત પ્રવર્તી રહ્યો છે કે આ બધી બાબતોને લગતા અમેરિકાન કાયદાઓ અત્યંત જૂનવાણી છે અને હવે તેને અપડેટ કરવાની તાતી જરૂર છે. એ નોંધવા જેવું છે કે આ સુનાવણી દરમિયાન આ કંપનીના અમુક મહારથીઓએ કબૂલ્યું છે કે તેમણે તેમને મળેલા ડેટાનો કંપનીના ફાયદા માટે દુરુપયોગ કર્યો છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268