Earthquake in Papua New Guinea : પાપુઆ ન્યુ ગિનીની જમીન મજબૂત ભૂકંપને કારણે ધ્રૂજતી હતી, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી હતી.
પાપુઆ ન્યુ ગિનીમાં સોમવારે રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રોઇટર્સના અહેવાલ અનુસાર, સોમવારે પાપુઆ ન્યૂ ગિનીમાં ન્યૂ બ્રિટન વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સીસ (GFZ)એ જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી હતી. રોઈટર્સના અહેવાલ મુજબ ભૂકંપના કારણે કોઈ જાન-માલના નુકસાનના અહેવાલ નથી.