ફેમસ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર ડોક્ટરે ઈલાજ બાદ ફી ન ચૂકવવાનો આરોપ લગાવ્યો છે. અમેરિકન મીડિયા અનુસાર, કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી અનુસાર, અરજદારે કોર્ટને અનુરોધ કર્યો છે કે તે ફૂટબોલરને અંદાજે 42.32 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપે.
હાલ આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે. હાલના કેસમાં પૂર્વ કાર્ડિયોલોજિસ્ટ ડો. રોશન રવિન્દ્રને આ અરજી દાખલ કરી છે. ડો. રોશ તરીકે પ્રખ્યાત રોશન હાલમાં બોટોક્સ, ફિલર્સ, સ્કિન કેર અને આઈબ્રો લિફ્ટિંગ માટે જાણીતા છે. તેમના દર્દીઓની યાદીમાં ઘણા મોટા ખેલાડીઓ, રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ સામેલ છે.
2022 માં ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે સારવાર
ડો. રોચે દાવો કર્યો છે કે માન્ચેસ્ટર યુનાઈટેડનો ભૂતપૂર્વ સ્ટાર રોનાલ્ડો વર્ષ 2021 અને 2022માં ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે સ્થિત તેના ક્લિનિકમાં સારવાર માટે આવ્યો હતો, જો કે ફૂટબોલર શાની સારવાર કરાવવા આવ્યો હતો તેની માહિતી ડોક્ટરે મીડિયામાં શેર કરી નથી. . ડોક્ટરે આરોપ લગાવ્યો છે કે ફૂટબોલ સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો તેના પર £40,000નું બિલ બાકી છે.
કોર્ટને ટાંકીને નિવેદન આપવાનો ઇનકાર કર્યો હતો
અમેરિકન મીડિયા અનુસાર રોનાલ્ડોની સાથે અન્ય ખેલાડીઓના નામ પણ અરજીમાં સામેલ છે. જો કે આ અંગે મીડિયા દ્વારા પૂછવામાં આવતા ડો.રોચે કહ્યું કે આ એક કાનૂની મામલો છે અને એક પ્રોફેશનલ તરીકે હું મારા દર્દીઓ સાથે આ વિષય પર ચર્ચા કરી શકતો નથી. તમને જણાવી દઈએ કે હાલમાં દિગ્ગજ ફૂટબોલ ખેલાડી રોનાલ્ડો સાઉદી અરેબિયાની એક ક્લબ માટે 1830 કરોડ રૂપિયામાં રમી રહ્યો છે, હાલમાં તેણે આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.