- ભૂકંપમાં ઓછામાં ઓછા 100 થી વધુ લોકોના મોત, અનેક લોકો ઘાયલ
ચીનના ગાંસુ પ્રાંતમાં સોમવારે મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં પણ આવી છે. ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર (CENC) અનુસાર, સોમવારે રાત્રે 23:59 વાગ્યે ઉત્તર પશ્ચિમ ચીનના ગાંસુ પ્રાંતમાં જોરદાર ભૂકંપ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે
ત્યારે એપીના અહેવાલ મુજબ ગાંસુ અને કિંઘાઈ પ્રાંતમાં 6.2ની તીવ્રતાના ભૂકંપમાં ઓછામાં ઓછા 100 લોકોના મોત જ્યારે 320 જેટલા લોકો ઘાયલ થયા છે. આને અસરગ્રસ્ત વિસ્તારમાં રાહત કાર્ય ચાલી રહ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, કાઉન્ટી, ડિયાઓજી અને કિંઘાઈ પ્રાંતમાં ભૂકંપના કારણે ઘણા લોકોના મોત થયા છે. ડઝનબંધ લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ આંકડો હજુ વધી શકે છે.
CENCએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર 35.7 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 102.79 ડિગ્રી પૂર્વ રેખાંશમાં 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. ઇમરજન્સી સેવાઓએ લોકોને મદદ કરવાનું શરૂ કરી દીધું છે અને પીડિતોની મદદ માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે પાકિસ્તાનમાં પણ 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોકે, કોઈ નુકસાન કે જાનહાનિના સમાચાર નથી. નેશનલ સિસ્મિક મોનિટરિંગ સેન્ટર (NSMC) અનુસાર, ભૂકંપ 133 કિમીની ઊંડાઈએ આવ્યો હતો અને તેનું કેન્દ્ર ભારતમાં જમ્મુ અને કાશ્મીર હતું. રાજધાની ઈસ્લામાબાદની સાથે અન્ય શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.