- 400 લોકો સવાર હતા, તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા
ટોક્યોના હનેદા એરપોર્ટ પર જાપાન એરલાઈન્સના વિમાનમાં અચાનક આગ લાગી હતી. જાપાનના NHK સમાચારના અહેવાલ મુજબ અધિકારીઓએ આગ પર કાબૂ મેળવ્યો છે. ત્યારે સ્થાનિક મીડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં જાપાન એરલાઈન્સનું વિમાન હનેડા એરપોર્ટના રનવે પર આગની લપેટમાં છે.
જાણવા મળી રહ્યું છે કે કોસ્ટ ગાર્ડ પ્લેન સાથે અથડાયા બાદ જાપાન એરલાઈન્સની ફ્લાઈટમાં આગ લાગી હતી. જ્યારે પ્લેનમાં આગ લાગી ત્યારે તેમાં 400 લોકો સવાર હતા. ત્યારે તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં મોટી દુર્ઘટના ટળી હતી.
જાપાની ન્યૂઝ એજન્સી NHKએ અધિકારીઓએ જણાવ્યું હતું કે, લેન્ડિંગ બાદ પ્લેન અન્ય પ્લેન સાથે અથડાયું હોવાની આશંકા છે. તેમા અનેક મુસાફરો સવાર હતા. અહેવાલો અનુસાર, જેએએલ 516 એરક્રાફ્ટ પેસેન્જર પ્લેન લેન્ડ થયું તે જ સમયે ઉડાન ભરી હતી.
જાપાનમાં લેન્ડિંગ વખતે પ્લેનમાં આગ લાગી હતી.
આ ઘટના ટોક્યો એરપોર્ટ પર બની હતી. આ અકસ્માતનું કારણ હજુ સુધી સ્પષ્ટ રીતે જાણી શકાયું નથી. જોકે, જાપાની ન્યૂઝ એજન્સી NHKએ અકસ્માત અંગે મોટી માહિતી આપી છે. NHKએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે લેન્ડિંગ બાદ પ્લેન અન્ય પ્લેન સાથે અથડાવાને કારણે આગ લાગી હોવાની આશંકા છે. આ ઘટનાના ફૂટેજ NHK મીડિયા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.