લિબિયામાં થયેલી દુર્ઘટનામાં 57થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા છે. આ દુર્ઘટનાને પગલે પ્રત્યક્ષદર્શિ એમ મેહલીએ જણાવ્યું હતું કે, “જહાજમાં એન્જિનની સમસ્યાને કારણે જહાજ બંધ થઈ ગયું હતું અને બાદમાં આ દુર્ઘટના થઈ હતી.” UNના અધિકારીએ જણાવ્યું છે કે, સોમવારે લિબિયાના દરિયાકાંઠે આફ્રિકન સ્થળાંતર કરનારી બોટમા થયેલી દુર્ઘટનામાં ઓછામાં ઓછા 57 લોકોના મોત નિપજ્યા હોવાની આશંકા છે.
જ્યારે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર સંસ્થાના પ્રવક્તા, સફા મેશ્હલીએ જણાવ્યું હતું કે, આ જહાજ રવિવારે પશ્ચિમના દરિયાકાંઠાના ખુમ્સ શહેરથી નીકળ્યું હતું અને આ જહાજમાં મહિલાઓ અને બાળકો સહિત 75 લોકો સામેલ હતા.આ દુર્ઘટનાને પગલે સ્થાનિક માછીમારો અને લિબિયાના દરિયાકાંઠાના રક્ષકો દ્વારા લોકોને બચાવવામાં આવ્યા હતા. જ્યારે આ દુર્ઘટનામાં બચેલા લોકો, જે નાઇજીરીયા, ઘાના અને ગાંબિયાના છે, તેઓએ જણાવ્યું હતું કે એન્જિનની સમસ્યાને કારણે જહાજ બંધ થઈ ગયું હતું અને બાદમાં ખરાબ વાતાવરણને કારણે આ જહાજમાં દુર્ઘટના થઈ હતી.
લિબિયા દરિયાકાંઠે એક અઠવાડિયામાં થયેલી આ બીજી દરિયાઇ દુર્ઘટના હતી. સ્થળાંતર એજન્સીના એક અહેવાલમાં જણાવાયું છે કે ,2020 ના પહેલા છ મહિનાની તુલનામાં આ વર્ષે અત્યાર સુધીમાં થયેલ મુત્યુઆંક વધારે છે. જાન્યુઆરીથી જૂન દરમિયાન ઓછામાં ઓછા 1,146 લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાં લિબિયા અને ઇટાલી વચ્ચેનો મધ્ય ભૂમધ્ય માર્ગમાં સૌથી વધુ 741 લોકોના મોત થયા છે.જ્યારે આ વર્ષની વાત કરાવમાં આવે તો,આ વર્ષે અત્યાર સુધીની સૌથી ભયંકર 22 એપ્રિલની દરિયાઈ દુર્ઘટનામાં 130થી વધુ લોકોના મોત થયા છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268