હવામાનની આગાહી કરતી એક વેબસાઈટના કહેવા પ્રમાણે સૂર્યના વાતાવરણમાં ઉત્પન્ન થયેલા આ તોફાનના કારણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનુ પ્રભુત્વ ધારવતા અંતરિક્ષના એક હિસ્સામાં પ્રભાવ જોવા મળી શકે છે.જેના કારણે ધ્રવુ પ્રદેશોની નજીક રહેનારા લોકોને રાતના સમયે રશની જોવા મળી શકે છે.અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાનુ અનુમાન છે કે, સોલર સ્ટોર્મના કારણે ઉત્પન્ન થયેલી હવા કલાકના 16 લાખ કિલોમીટરની ઝડપથી આગળ વધી રહી છે.શક્ય છે કે તેની ઝડપ અંદાજ કરતા ઘણી વધારે પણ હોઈ શકે છે.
સૂર્યની સપાટી પર પેદા થયેલુ શક્તિશાલી સોલર સ્ટોર્મ 16 લાખ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પૃથ્વી તરફ ધસી રહ્યુ છે.
આ સોલર સ્ટોર્મ પૃથ્વી સાથે રવિવારે અથવા સોમવારે કોઈ પણ સમયે ટકરાઈ શકે છે.વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, તેના કારણે સેટેલાઈટ સિગ્નલમાં વિઘ્ન આવી શકે છે.સાથે સાથે વિમાનોની ઉડાન, રેડિયો સિગ્નલ કોમ્યુનિકેશન અને વેધર પર પણ તેનો પ્રભાવ જોવા મળી શકે છે.
જોકે આ શક્યતાઓ ઓછી એટલા માટે પણ છે કે, ધરતીનુ ચુંબકીય ક્ષેત્ર આવા સોલર સ્ટોર્મ સામે સુરક્ષા કવચ તરીકે કામ કરતુ હોય છે.આ પહેલા 1989માં સોલર સ્ટોર્મના કારણે કેનેડાના ક્યુબેક શહેરમાં 12 કલાક લાઈટો જતી રહી હતી.1859માં સોલર સ્ટોર્મના કારણે અમેરિકા અને યુરોપમાં ટેલિગ્રાફનુ નેટવર્ક તબાહ થઈ ગયુ હતુ.તેના કારણે આકાશમાં એટલી તેજ રોશની થઈ હતી કે, અમેરિકાના પશ્ચિમ હિસ્સામાં લોકો રાતના સમયે અખબાર પણ વાંચી શક્યા હતા.