ગત ગુરૃવારે પૂર્વ રાષ્ટ્રપતિ જૈકબ જુમાએ ૧૫ મહિનાની સજા ભોગવવા માટે કરેલા સરેન્ડર બાદ પીટરમેરીસબર્ગ ડરબનમાં હિંસા શરૃ થઈ હતી. દક્ષિણ આફ્રિકાની અડધા ઉપરની વસતી ગરીબી રેખા નીચે જીવે છે અને દેશમાં બેરોજગારીનો દર ૩૨ ટકા છે. જેના કારણે અવારનવાર હિંસાની આડમાં લોકો લૂંટફાટ શરૃ કરી દેતા હોય છે. જેથી આ હિંસા શરૃ થઈ તેના ગણતરીના સમયમાં સ્ટોર્સ અને શોપિંગ મોલ્સમાં લૂંટફાટ શરૃ થઈ ગઈ હતી. સમગ્ર સાઉથ ગુજરાતમાંથી ૫૦,૦૦૦ કરતા વધુ લોકો સાઉથ આફ્રિકાના આ વિસ્તારોમાં રહે છે. જેમાંથી સુરતના લોકોનો પણ સમાવેશ થાય છે. હાલ ચાલી રહેલી હિંસાના કારણે તેઓની હાલત કફોડી બની છે.
સાઉથ આફ્રિકાના પીટરમેરિસબર્ગ અને ડર્બનમાં ચાલી રહેલા હિંસાના કારણે ત્યાં વસતા ગુજરાતીઓની હાલત કફોડી બની છે. સુરત અને તેની આસપાસથી આશરે ૫૦ હજારથી વધુ લોકો સાઉથ આફ્રિકામાં વસે છે. હાલ હિંસાના કારણે તેઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે અને સુરતમાં વસતા તેઓના પરિવારજનો હાલ તેમના માટે ચિંતાતુર બન્યા છે.
મૂળ સુરતના અને છેલ્લા દસ વર્ષથી સાઉથ આફ્રિકાના પીટરમેરિસબર્ગમાં રહેતા મિહિર ભાઈ કહે છે કે એક સપ્તાહથી હાલત ખૂબ જ ખરાબ બની છે. અહીં મોટાભાગના લોકો ગુજરાતી રહે છે તેઓ પર હુમલાના બનાવો બની રહ્યા છે. સુરતમાં રહેતા મારા પરિવારજનો પણ ખૂબ ચિંતા કરી રહ્યા છે. અત્યારે હાલ અહીં લશ્કર પણ ઉતારી દેવામાં આવ્યું છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268