જે સ્થીતી હાલ શ્રીલંકાની છે તે જ રસ્તે પાડોશી દેશ પાકિસ્તાન પણ ચાલી રહ્યો છે. પાકિસ્તાન હાલ અલગ-અલગ યોજનાઓમાં અરબો ડોલરની નાણાંકીય મદદ લઈને ચીનની ચુંગાલમાં એટલા જકડાયા કે તેમાંથી બહાર નીકળવામાં વીશ્વના અન્ય દેશોની સામે હાથ ફેલાવવા પડી રહ્યા છે. પાકિસ્તાનની સ્થિતિ એવી થઈ ગઈ છે કે, તેમની નાણાંકીય ખોટ તેમની બર્બાદીની કહાની લખવા લાગ્યા છે. વિદેશી બાબતોના જાણકારોનું માનવું છે કે, ચીને પોતાના જાળમાં ફસાવી નાના-નાના દેશોને માત્ર બર્બાદ કરવા માટે છોડી દીધા છે, પરંતુ આવી કુટીલ ચાલોના કારણે તેમની ઉપનીવેશો પણ વધારવાની તૈયારી કરી દીધી છે.
ઝડપથી ઘટી રહ્યા છે વિદેશી હૂંડિયામણના ભંડાર
પાકિસ્તાનની અસ્થિર નાણાકીય વ્યવસ્થા પર મોટાભાગની ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે પાકિસ્તાનના પ્રધાન એહસાન ઈકબાલે સંસદીય સમિતિને કહ્યું કે, દેશનો વિદેશી હૂંડિયામણનો ભંડાર ઝડપથી ઘટી રહ્યો છે. આ સાથે પાકિસ્તાનના નાણાકીય સલાહકારોએ ઈમરજન્સી બેઠક બોલાવી હતી. વિદેશી બાબતોના નિષ્ણાંત અને દિલ્હી યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર અભિષેક સિંહનું કહેવું છે કે, ચીનની ચુંગાલમાં ફસાઈને પાકિસ્તાન પોતાનો વિદેશી મુદ્રા ભંડાર ગુમાવી રહ્યું છે. તેઓ કહે છે કે, આંકડાઓ અનુસાર, પાકિસ્તાને છેલ્લા એક વર્ષમાં 10 અબજ ડોલરથી વધુ વિદેશી મુદ્રા ભંડાર ગુમાવ્યા છે. આ જ કારણ છે કે, 2022માં પાકિસ્તાનની વિદેશી મુદ્રા ભંડારમાં માત્ર 10 અબજ ડોલર બચ્યા છે. વિદેશી બાબતોના નિષ્ણાતોનું કહેવું છે કે, પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારમાં માત્ર ઘટાડો થયો નથી પરંતુ પાકિસ્તાન પરનું દેવું પણ સતત વધી રહ્યું છે. પાકિસ્તાની ઈકોનોમિક એડવાઈઝરી ફોરમના ડેટા અનુસાર, 2021માં તેમના દેશ પર 85.57 અબજ ડોલરનું દેવું હતું, જે એક વર્ષમાં વધીને 28.79 અબજ ડોલર થઈ ગયું છે. અભિષેક સિંહ કહે છે કે આવી સ્થિતિમાં દેશની પ્રગતિ તો દૂરની વાત છે, તે પોતાની જાતને બરબાદ થવાથી પણ રોકી શકતો નથી.