વિન્ડોઝ 10 યુઝર્સે આ નવા વિન્ડોઝ 11 ને તમારા પીસી અથવા લેપટોપ પર ખૂબ જ સરળતાથી ઈન્સ્ટોલ કરી શકશે. માઇક્રોસોફ્ટે પોતાનું નવું વિન્ડોઝ 11 લોન્ચ કર્યું છે. તે વિન્ડોઝ 10 ને રિપ્લેશ કરશે. એવામાં વિન્ડોઝ 11 ને જૂના વર્ઝન માટે મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ બસ એવું જ થયું છે જેવું વિન્ડોઝ 10ના લોન્ચ થયા પછી વિન્ડોઝ 7 અને વિન્ડોઝ 8 ની સાથે થયું હતું. અને આ યુઝર્સના માટે તેને ફ્રી કરી દેવાયું હતું.
સરકારની કાર્યવાહી પહેલા Twitter એ ભારતનો ભૂલ ભરેલો નકશો હટાવ્યો વેબસાઈટ પરથી

જો તમે તમારા લેપટોપ અથવા પીસી પર વિન્ડોઝ 11 ડાઉનલોડ કરવા માંગો છો, તો તે માટે તમારી પાસે એક પીસી હોવું જોઈએ જેમાં વિન્ડોઝ 10 હોય.સૌ પ્રથમ તમારું સીપીયુ 64 બીટ નું હોવું જોઈએ.ઓછામાં ઓછી તમારા પીસી અથવા લેપટોપમાં 4 જીબી રેમ હોવી જોઈએ.તેની સાથે ઓછામાં ઓછું 64 જીબી સ્ટોરેજ ખાલી હોવી જોઈએ.આ સાથે સાથે તમારી પાસે એક સારું અને સ્ટેબલ ઇન્ટરનેટ કનેક્શન હોવું આવશ્યક છે. આ પછી તમે વિન્ડોઝ 10 થી વિન્ડોઝ 11 માં અપગ્રેડ કરી શકશો.
વિન્ડોઝ 11 હજી ઉપલબ્ધ કરાવાયું નથી. પરંતુ તે આ વર્ષના અંત સુધીમાં ઉપલબ્ધ કરવામાં આવશે. આવી સ્થિતિમાં જો તમે એક્સાઈટેડ છો તો તે દરમિયાન તમે તમારી રીતે કરી શકો છો. તમે pc health check એપ ડાઉનલોડ કરીને તમારા PC ની તપાસ કરી શકો છો કે શું તમારું પીસી વિન્ડોઝ 11 માટે યોગ્ય છે કે નહીં. પછી જ્યારે વિન્ડોઝ 11 રોલ આઉટ થઈ જશે તો તમે તેને અપગ્રેડ કરી શકશો.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક