ગૂગલ ક્રોમ વેબ બ્રાઉઝરથી આપ વાકેફ હશો અને તેનો ઉપયોગ પણ કર્યો હશે. પરંતુ આ google chrome બ્રાઉઝરની સિક્યોરિટી સાથે જોડાયેલા સમાચાર સામે આવ્યા છે. જેણે ચિંતા વધારી દીધી છે. તમામ યૂઝર્સને હાઇ એલર્ટ પર રહેવાની જરુર છે. જ્યારે ગૂગલે અઠવાડિયામાં તાત્કાલિક અપગ્રેડ વોર્નિંગ આપી છે. ગૂગલ ક્રોમનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા વધારે છે. લગભગ 2 બિલિયન યૂઝર્સ એટલે કે 2 અરબ લોકો આનો ઉપયોગ કરી રહ્યા છે. એટલે સૌથી મોટો ખતરો છે.ગૂગલે ગૂગલ ક્રોમ સિક્યોરિટીમાં ગંભીર સમસ્યાઓનો સ્વીકાર કરતા યૂઝર્સને બ્રાઉઝર અપગ્રેડ કરવા માટે કહ્યુ છે. આ વિષયમાં ગંભીરતાને એવી રીતે સમજો કે સિક્યોરિટીમાં નાની-મોટી સમસ્યાઓને વાત ફેલાયા વગર જ સરખી કરી લેવામાં આવતી હતી. પરંતુ આ વખતે ગૂગલે નવા Zero-day’ exploit ની વાતને સ્વીકારી છે.
આનો અર્થ થાય છે કે હૈકર્સને આ વાતની જાણકારી મળી ચૂકી છે. આ વખતે આ ખામીના કારણે યૂઝર્સને નુકસાન પણ ઉઠાવવુ પડી રહ્યુ છે.
આ રીતની CVE-2021-30554 આ વર્ષની સાતમી zero-day vulnerability છે.
જે ગૂગલ ક્રોમમાં દેખાઇ છે.Settings > Help > About Google Chrome માં જાઓ
જો આપનું વર્ઝન 91.0.4472.114 અથવા તેનાથી ઉપરનું નજર આવે છે તો તમે સુરક્ષિત છો.