શું કોવિડ-19 (COVID-19) ને પેપ્ટાઇડ પ્રોટીન શરીરમાં ફેલાતો અટકાવી શકે છે ?
વ.ન્યુ.સ.ગાંધીનગર:-
કોવિડ (COVID) મહામારી શરુ ત્યાર પછી મેસાચૂસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના સંશોધકો પ્રોટિનનો એક ભાગ ગણાતા પેપ્ટાઇડ પ્રયોગ કર્યા હતા.
તેમાં જાણવા મળ્યું હતું કે કોરોના વાયરસ કોવિડ-૧૯( COVID-19) ને ફેફસાની કોશિકાઓમાં પ્રવેશ કરતા અટકાવી શકે છે.
પ્રોટીનના પેપ્ટાઇડ માંથી બનાવેલી દવા કોવિડ-૧૯નો સામનો કરવામાં કેટલી મદદગાર સાબીત થઇ શકે છે તે મહત્વનું છે.
હાલમાં તો વેકસીન પર સંશોધનો વિશેષ ચાલે છે જેમાં વેકસીનેશન દ્વારા શરીરમાં ઇમ્યૂનિટી પેદા કરીને સંક્રમણ અટકાવવા પર ભાર મુકવામાં આવી રહયો છે પરંતુ શું કોવિડ સંક્રમણ મટાડવા કોઇ અસરકારક શોધી શકાય છે કે તે દિશામાં પણ વિજ્ઞાાનીઓ વિચારી રહયા છે.
પેપ્ટાઇટ માનવ કોશિકાઓમાં સપાટી પર જોવા મળતા પ્રોટીન જેવું જ દેખાય છે. આ પેપ્ટાઇડ એ વાયરલ પ્રોટિનને અટકાવી શકે છે જે કોરોના વાયરસને માનવ કોશિકાઓમાં પ્રવેશ માટે કરે છે.
તેની મદદથી કોરોના વાયરસને શરીરમાં ફેલાતો અટકાવી શકાય છે.
એમઆઇટીમાં કેમેસ્ટ્રીના એસોસિએટ પ્રોફેસર બ્રેડ પેંટેલ્યૂટનું માનવું હતું કે કોરોના વાયરસ સંબંધિત પ્રોટીન અનુમાન મુજબ જ પ્રતિક્રિયા કરતું હતું.
હવે તેની મદદથી જ કોરોના વાયરસને શરીર કોષમાં પ્રવેશ કરતો અટકાવી શકાય છે. સંશોધકોએ પેપ્ટાઇડના નમૂનાઓ માનવ કોશિકાઓ પરના પરીક્ષણ માટે પ્રયોગશાળામાં મોકલી દીધા છે.
એમઆઇટી દ્વારા કરવામાં આવતા આ સંશોધનોના શરુઆતના પરીણામો ઓનલાઇન પણ મુકવામાં આવ્યા છે.
જો કે આની ચિકિત્સા વિજ્ઞાાનીઓ દ્વારા તેની સમીક્ષા કરવામાં આવી નથી.
માર્ચની શરુઆતથી જ પેંટેલ્યૂટ લેબને આ પરિયોજના પર કામ કરવાનું શરુ કર્યુ હતું.