દુનિયામાં જે માછલીને સૌથી મોટી માછલી માનવામાં આવે છે તેવી વ્હેલ માછલીનો આકાર જોતા એવુ કહી શકાય કે આ માછલી માણસને ગળી જાય છે. અમેરિકામાં એક એવી ઘટના થઈ છે જેણે આ વાતને સાબિત કરી દીધી છે.અમેરિકાના માછીમારનું કહેવુ છે કે તેને હંપબેક વ્હેલ ગળી ગઈ હતી. પરંતુ તે તેના મોંઢામાંથી બહાર નિકળવામાં સફળ રહ્યો અને લોકોની પોતાની આ વાત કહી. માછીમારનું કહેવુ છે કે એકાદ ઘડી તો મને લાગ્યું કે હું મરવાનો છું. જે પણ કોઈ તેની આ વાત સાંભળે છે તે હેરાન થઈ જાય છે.માઈકલ પૈકાર્ડને વ્હેલ ગળી ગઈ છતાં તેઓ બચી ગયા. પોતાના બચવા વિશે ફેસબુક પર લખ્યુ હું વ્હેલના મોંઢામાં 30-40 સેકન્ડ સુધી રહ્યો તે બાદ વ્હેલ સપાટી પર આવી અને તેણે મને તેના મોંઢામાંથી બહાર ફેંકી દીધો. તે આગળ જણાવે છે કે હંપબૈક વ્હેલે મને ખાવાની કોશિશ કરી, મને વાગ્યુ પણ મારું એકપણ હાડકું તૂટ્યુ નથી.
પૈકાર્ડે એક અખબારને જણાવ્યુ કે જ્યારે તેઓ મૈસાચુસેટસના તટથી દૂર લોબસ્ટર પકડવા માટે ડૂબકી લગાવી રહ્યા હતા, ત્યારે નીચે પાણીમાં વ્હેલ મને ગળી ગઈ. તેમણે જણાવ્યુ કે અચાનકથી મેં એક મોટા ઝટકાનો અનુભવ કર્યો. ત્યારબાદ મને યાદ આવ્યુ કે સંપૂર્ણ રીતે અંધારુ છવાઈ ગયુ છે.પૈકાર્ડે કહ્યું કે 10 મીટર નીચે થયેલી આ ઘટનાને લઈ તેમને લાગ્યુ કે તેમના પર એક શાર્કે હુમલો કર્યો છે. પરંતુ જ્યારે મને ઓછા દાંતનો આભાસ થયો અને ઈજાના નિશાના ઓછા દેખાયા ત્યારે મને લાગ્યુ કે મામલો કંઈ બીજો છે. તેમણે કહ્યું કે મેં એના મોંઢાની અંદર હલનચલન કર્યુ, જેથી કરીને હું બહાર નિકળી શકુ. મેં પ્રકાશ જોયો અને મારું માથુંએ બાજુ આગળ ધપાવા લાગ્યો.થોડી સેકન્ડ બાદ હું પાણીમાં હતો કારણે વ્હેલે મને બહાર કાઢી દીધો. પૈકાર્ડના સાથીએ કહ્યું કે એમણે પાણીની અંદર ધડાકો થતા જોયો. જ્યારે વ્હેલે સપાટી પર આવીને હલચલ કરી ત્યારે તેમણે પૈકાર્ડને જોયો. મૈસાચુસેટના પ્રોવિંસટાઉનમાં સેન્ટર ફોર કોસ્ટલ સ્ટડીઝમાં હંપબેક વ્હેલના અધ્યયનના નિદેશક જૂક રોબિંસે કહ્યુ કે તેમની પાસે આ મામલામાં શંકા કરવાનું કોઈ કારણ નથી.
તેમણે કહ્યું મને નથી લાગતુ કે આ માત્ર એક મજાક છે. કારણ કે હું આમાં સામેલ લોકોને જાણું છું. એવામાં મારા પાસે આ મામલામાં વિશ્વાસ કરવાનું દરેક કારણ છે. રોબિંસે કહ્યું કે તેમણે ક્યારે પણ આવી ઘટના વિશે નથી સાંભળ્યુ પણ શક્ય છે કે પૈકાર્ડ ખોટા સમયે ખોટી જગ્યા પર હાજર હતા. હંપબૈક વ્હેલ મોંઢુ ખોલીને મોટી માત્રામાં પાણી પોતાના મોંઢામાં ભરે છે. આજ કારણથી પૈકાર્ડ એના મોંઢામાં ફસાઈ ગયા હશે.
શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.