2020માં ધીમે ધીમે વધી રહ્યા કોરોના ને ધ્યાનમાં લઈને ભારત સરકાર દ્વારા લોકડાઉન લગાડવામાં આવ્યું હતું.
જેના લીધે ઘણા મજૂરોની હાલત કફોડી બની હતી હાલત કફોડી બની હતી.
તેઓ પોતાનું વતન છોડી જે રાજ્યમાં કામ કરવા આવ્યા હતા ત્યાં જ અટવાઈ ગયા હતા.
પરંતુ જ્યારે સરકાર દ્વારા વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો ત્યારે તેઓ પોતાના વતન પાછા ફર્યા હતા.
અને હવે જ્યારે ધીમે ધીમે બધું સામાન્ય થઈ રહ્યું હતું એવામાં કોરોના ફરીથી હાહાકાર મચાવી રહ્યો છે.
ભારત દેશમાં છેલ્લા 24 કલાકમાં 1.99 લાખ જેટલા કોરોનાના નવા કેસ સામે આવ્યા હતા.
આટલા મોટા આંકડા જોઈને લોકો માં ચર્ચા થઈ રહી છે કે ફરી લોકડાઉન લાગી શકે તેમ છે.
તેના લીધે પરપ્રાંતિય મજૂરો માં ફફડાટ જોવા મળી રહ્યો છે. તેઓને ડર છે કે જો ફરીથી લોકડાઉન લાગે તો અમારી હાલત ગયા વર્ષની જેમ કફોડી બની શકે છે.
જેના લીધે મોટા મોટા મહાનગરોમાં બસ સ્ટેન્ડ તેમજ રેલવે સ્ટેન્ડ ઉપર મજૂરોની ભીડ લાગી રહી છે.
આ મજૂરો રોજ કમાઇને રોજ ખાય છે અને હવે જો ફરીથી લોકડાઉન લાગશે તો તેમની કમાણીનો એક માત્ર રસ્તો જ બંધ થઈ જશે.
ગુજરાતમાં ઘણી કંપનીઓ અને ફેક્ટરી એવી છે કે જ્યાં ઘણા લોકો બીજા રાજ્યના છે. અને હવે જો લોકડાઉન લાગશે તો આ કંપનીઓને ફેક્ટરીઓને બંધ કરવામાં આવશે.
જેના લીધે આ મજુરો ની કમાણી નો રસ્તો બંધ થઇ જશે.
આજ પછીથી ઘણા પરપ્રાંતિય મજૂરો પોતાના વતનમાં પાછા ફરી રહ્યા છે. જેના લીધે બસસ્ટેન્ડ અને રેલવે સ્ટેન્ડ પર મોટી માત્રામાં ભીડ જોવા મળી રહી છે.
પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ એવું છે કે આ વખતે થવાની શક્યતા નહિવત છે. તેમ છતાં લોકોમાં લોકડાઉન લાગશે તેઓ ભય હજી પણ છે અને તેઓ પોતાના વતન પાછા ફરી રહ્યા છે.