મ્યાનમારમાં ફેબ્રુઆરી બાદ લાદવામાં આવેલા સૈન્ય શાસનનો વિરોધ થઈ રહ્યો છે.
સામાન્ય જનતા દ્વારા દેશના વિવિધ ભાગોમાં દેખાવો થઈ રહ્યા છે.
જેમાં મ્યાનમારની સેનાએ વારે ઘડીએ બળનો પ્રયોગ કરતી જોવા મળી રહી છે. જેના પગલે અત્યાર સુધીમાં 600 જેટલા લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.
મ્યાનમારમાં 1 ફેબ્રુઆરીથી સૈન્ય શાસનની વિરોધમાં પ્રજા દેખાવો કરી રહી છે. લોકોમાં રોષ ભરાતા તેઓ દેશમાં વિવિધ જગ્યાએ પ્રદર્શન કરી રહ્યા છે.
તેવામાં મ્યાનમારમાં આવેલ બાગો ખાતે સુરક્ષા દળોની કાર્યવાહી દરમિયાન 80 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે..
મ્યાનમારની ન્યૂઝ ચેનલ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગુરુવાર રાતે તેમજ શુક્રવારના રોજ થયેલ પોલીસ અને સુરક્ષા દળોની કાર્યવાહી દરમિયાન 80 જેટલા લોકો મૃત્યુને ભેટ્યા હતાં.
બાગો શહેરમાં સૈન્ય શાસનની વિરોધમાં પ્રદર્શન કરી રહેલા લોકો દ્વારા સર્જાયેલી ભીડને વિખેરવા રાયફલ ગ્રેનેડ ઉપયોગ કરવામાં આવતો હતો.
આ કાર્યવાહીમાં 80 જેટલા લોકો મોતને ભેટ્યા છે.
ઉલ્લેખનિય છે કે છેલ્લા એક અઠવાડિયામાં સૈન્ય દ્વારા ત્રીજી વખત બળનો ઉપયોગ પ્રદર્શનકારીઓ પર કરવામાં આવ્યો છે. જેના પગલે કુલ મૃત્યુઆંક 600ને પાર પહોંચ્યો છે.
જયારે સૈન્ય પ્રશાસનને આ વિષય ઉપર સવાલો પૂછવામાં આવ્યા ત્યારે તેઓ સુરક્ષા દળ તેમજ પોલીસ ફોર્સનો બચાવ કરતી જણાઈ રહી છે.
મ્યાનમારમાં થઇ રહેલ આ ઘટનાઓની નોંધ ઘણા દેશો દ્વારા લેવામાં આવી છે. હવે એતો સમય જ બતાવશે કે મ્યાનમારમાંથી સૈન્ય શાસન હટશે કે નહિ.