દેશવાસીઓ 15મી ઓગસ્ટના રોજ આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવશે. સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ હશે . આ અવસરે દેશમાં સ્વાતંત્ર દિવસની ઉજવણી થશે. પરંતુ કદાચ ઓછા લોકો જાણતા હશે કે વિશ્વના પાંચ દેશ એવા છે કે જેઓ પોતાનો સ્વતંત્રતા દિવસ ભારત સાથે ૧પ ઓગસ્ટ ઉજવે છે. ચાલો જાણીએ ભારત સિવાય આ કયા દેશ છે. ભારત સાથે દક્ષિણ કોરિયા, ઉત્તર કોરિયા, કોંગો, બહેરીન અને લિકટેસ્ટીનને પણ ૧૫મી આૅગસ્ટે આઝાદીના પર્વની ઉજવણી કરે છે.
દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા
દક્ષિણ કોરિયા ૧૫ આૅગસ્ટ ૧૯૪૫ના રોજ આઝાદ થયું હતું. દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા આ વર્ષે પણ તેમનો સ્વાતંત્ર દિવસ ઉજવશે. કોરિયાએ આ દિવસે યુએસ અને સોવિયત સંઘની સેનાની મદદથી જાપાનમાંથી આઝાદી મેળવી હતી.
બહેરીન
૧૫ આૅગસ્ટ ૧૯૭૧ના દિને બહેરીને બ્રિટેન પાસેથી આઝાદી મેળવી હતી. જોકે, વર્ષ ૧૯૬૦ના દશકથી બ્રિટેન બહેરીન છોડવાની શરૂઆત કરી હતી પરંતુ ૧૫મી આૅગસ્ટે બહેરીન સાથે બ્રિટેને એક સંધિ કરી હતી. જોકે, બહેરીન સ્વાતંત્ર્યદિન ૧૬મી ડિસેમ્બરે ઉજવે છે પરંતુ તેનો ખરો સ્વાતંત્ર્યદિન તો ૧૫મી આૅગસ્ટ જ છે.
કોંગો
રિપબ્લિક ઓફએ એક મધ્ય આફ્રિકન દેશ છે જેણે ૧૫ આૅગસ્ટ ૧૯૬૦ના રોજ આઝાદ થયું હતું. કોંગો આ રીતે પોતાનો ૬૦મો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરશે. વર્ષ ૧૮૮૦થી કોંગો પર ફ્રાન્સનો કબજો હતો.
લિકટંસ્ટીન
લિકટંસ્ટીનને ૧૫ આૅગસ્ટ ૧૮૬૬ના રોજ જર્મનીથી આઝાદ થયું હતું. આ દેશ વિશ્વના સૌથી નાના દેશો માનો એક છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268