કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સંસદને જણાવ્યું કે, Zydus Cadila ની કોરોના વેક્સિનની ત્રીજા તબક્કાની ક્લીનિકલ ટ્રાયલ ચાલી રહી છે. આ ડીએનએ વેક્સિન હશે. તેમણે કહ્યું કે, ભારતમાં દુનિયામાં પ્રથમ એવો દેશ બની શકે છે જેની પાસે આ મહામારીના બચાવ માટે ડીએનએ આધારિત વેક્સિન હશે. કોરોના વિરુદ્ધ લડાઈમાં ભારતને જલદી એક મોટુ હથિયાર મળવાનું છે.
માંડવિયાએ કહ્યું કે, ભારતીય કંપનીઓ કોરોનાથી બચાવ માટે પોતાની રસીનું ઉત્પાદન વધારી રહી છે. તેમણે દેશમાં કોવિડ 19 મહામારીનું મેનેજમેન્ટ, રસીકરણનું અમલીકરણ અને સંભવિત ત્રીજી લહેરને જોતા નીતિ અને પડકાર વિષય પર રાજ્યસભામાં થયેલી અલ્પકાલિક ચર્ચાના જવાબમાં જણાવ્યું કે કેડિલા હેલ્થકેર લિ. ની ડીએનએ આધારિત રસીની ત્રીજા તબક્કાની ક્લીનિકલ ટ્રાયલ ચાલી રહી છે.
ઝાયડસ કેડિલાની આ કોરોના વેક્સિન દુનિયાની પ્રથમ ડીએનએ વેક્સિન હશે. તેના દ્વારા જેનેટિકલી ઇન્જીનિયર્ડ પ્લાસ્મિડ્સને શરીરમાં ઇંજેક્ટ કરવામાં આવે છે. તેનાથી શરીર કોવિડ-19ના સ્પાઇક પ્રોટીનનું ઉત્પાદન કરે છે અને આ રીતે વાયરસથી બચાવતા એન્ટીબોડી પેદા થાય છે. મોટાભાગની કોરોના વેક્સિનના બે ડોઝ લાગે છે પરંતુ કેડિલાની આ વેક્સિનના ત્રણ ડોઝ લાગશે. આ કોઈ સોઈથી લાગશે નહીં. તેને એક ખાસ ડિવાઇસ દ્વારા લગાવવામાં આવશે. ઝાયડસ કેડિલાનો દાવો છે કે આ મેથડથી વેક્સિન લગાવવાને કારણે દુખાવો થશે નહીં. કંપનીએ તે દાવો પણ કર્યો કે આ વેક્સિનથી આડઅસર પણ થશે નહીં.
ફાઇઝર અને મોડર્નાની વેક્સિનને ખુબ ઠંડા તાપમાનમાં રાખવાની જરૂર હોય છે. આ કારણે તેના ટ્રાન્સપોર્ટ્રેશન અને સ્ટોરેજમાં તમામ પ્રકારની મુશ્કેલી આવે છે. તો કેડિલાની આ વેક્સિનને માત્ર 2થી 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં રાખી શકાય છે. તેનો મતલબ છે કે આ વેક્સિનને સરળતાથી ટ્રાન્સપોર્ટ અને સ્ટોરેજ કરી શકાય છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, તેણે ઇમરજન્સી સ્થિતિમાં ઉપયોગની મંજૂરી હાસિલ કરવા માટે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા ની સામે અંતરિમ આંકડા રજૂ કર્યા છે. તેમણે કહ્યું કે, જરૂરી માપદંડ પૂરા થવા પર જ્યારે આ રસી બજારમાં આવી જશે તો દેશની પ્રથમ ડીએનએ આધારિત રસી હશે અને ત્યારે ભારત પણ એવો પ્રથમ દેશ હશે જેની પાસે કોવિડ-19 મહામારીથી બચાવ માટે ડીએનએ આધારિત વેક્સિન હશે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ કે, ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલાએ બાળકો પર પણ ટ્રાયલ શરૂ કરી દીધી છે. આશા છે કે તેમાં સફળતા મળશે અને બાળકો માટે રસી ઉપલબ્ધ થશે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268