બ્રાઝિલમાં કોરોના વાયરસનો ઉપદ્રવ વધી રહ્યો છે.
દવાઓના સ્ટોકના અભાવે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે.
કોરોના ચેપની સંખ્યામાં અચાનક થયેલા વધારાને કારણે ડોકટરોએ પરિસ્થિતિને સંભાળવી મુશ્કેલ બન્યુ છે.
ઇન્ટ્યુબેશન એક એવી પ્રક્રિયા છે જેમાં દર્દીને વેન્ટિલેટર દ્વારા ઓક્સિજન આપવામાં આવે છે. જ્યારે પણ દર્દીને જાતે શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે, તે સમયે ઇન્ટ્યુબેશનનો ઉપયોગ થાય છે.
આલ્બર્ટ શ્વેત્ઝર મ્યુનિસિપલ હોસ્પિટલના ડોક્ટરએ જણાવ્યું હતું કે દવાઓની તીવ્ર અછત છે. Sedative પ્રકારની દવાનો સ્ટોક વધારવા માટે અમે જમીન આસમાન એક કરી રહ્યા છીએ.
જો કે, જ્યારે Sedative સમાપ્ત થાય છે, ત્યારે અમે ન્યુરોમસ્ક્યુલર બ્લોકરનો ઉપયોગ કરીએ છીએ.
રિયો ડી જાનેરો અને સાઓ પાઉલો બંનેને Sedative ની તીવ્ર જરૂર છે. સાઓ પાઉલોના આરોગ્ય સચિવએ એમ પણ કહ્યું હતું કે શહેરની કોરોના દર્દીઓને સંભાળવાની ક્ષમતા હવે ખતમ થઈ ગઈ છે.
દરમિયાન, આરોગ્ય પ્રધાન માર્સેલો ક્વિરોગાએ કહ્યું હતું કે સરકાર ઇમરજન્સી દવા મેળવવા માટે સ્પેન અને અન્ય દેશો સાથે વાતચીત કરી રહી છે. તેમણે સ્વીકાર્યું કે હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નથી.
બ્રાઝિલમાં કોરોના સાથેની પરિસ્થિતિ વધુ વણસી રહી છે. તે જ સમયે, પ્રમુખ જાર બોલ્સોનારોએ, તેમની જૂની વાતને જાળવી રાખી છે.
તેઓ હજી પણ કોરોનાને ગંભીર રોગ તરીકે ગણવા માટે તૈયાર નથી, આ વચ્ચે તેઓને કોરોના ચેપ લાગ્યો છે. આમ છતાં તેઓ કોરોના રસીની મજાક ઉડાવી રહ્યા છે. તેઓ કહે છે જો રસી લેવામાં આવશે તો સ્ત્રીઓને દાઢી ઉગશે.