વૈશ્વિક મોટી ઈ-કોમર્સ કંપની ક્રિપ્ટો કરન્સી સ્વીકારશે એવા સંકેતો ગઈકાલે વહેતા થયા પછી આજે કંપનીના સૂત્રોના જણાવ્યા મુજબ હાલ તુરત આવી કોઈ નક્કર યોજના નથી. આના પગલે બિટકોઈનમાં ઉંચા મથાળે વેચવાલી નિકળી હતી. ક્રિપ્ટો કરન્સીની વિશ્વબજારમાં પાછલા પાંચ દિવસની એકધારી આગેકૂચને બ્રેક લાગી હતી તથા ઉંચા મથાળેથી ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળ્યો હતો. બિટકોઈનના ભાવ જે ઉંચામાં એક તબક્કે 40 હજાર ડોલરની સપાટી પાર કરી ગયા હતા તે ઉંચા મથાળેથી 4000 ડોલર તૂટયા પછી ફરી 2000 ડોલર વધી જતાં ભાવમાં વ્યાપક ઉછળકુટ જોવા મળી હતી.
બિટકોઈનના ભાવ 38447થી 38448 ડોલરવાળા આજે ઉંચામાં 40539થી 40540 ડોલર થયા પછી નીચામાં ભાવ ગબડી 36419થી 36420 ડોલર થઈ 38528થી 38529 ડોલર મળ્યા હતા. ટ્રેડીંગ વોલ્યુમ જોકે વધી આજે 43થી 44 અબજ ડોલર થયું હતું. સામે માર્કેટ કેપ પણ વધી 723થી 724 અબજ ડોલર નોંધાયું હતું. દરમિયાન અમેરિકામાં ફેડરલ રિઝર્વની બે દિવસીય મિટિંગ મંગળવારે શરૂ થઈ છે જે બુધવારે આજે સમાપ્ત થશે ત્યારે આ મિટિંગમાં ફુગાવો, વ્યાજના દર તથા બોન્ડ બાઈંગ ઘટાડવા વિશે કેવા સંકેતો આપવામાં આવે છે તેના પર બજારના ખેલાડીઓની નજર રહી હતી. દરમિયાન, બિટકોઈનમાં સોમવારે આવેલા ભાવ ઉછાળામાં મંદીવાળાના આશરે 95 કરોડ ડોલરના વેંચાણો કપાયાના નિર્દેશો મળ્યા હતા.
દરમિયાન, બિટકોઈન પાછળ આજે અન્ય ક્રિપ્ટો કરન્સીઓના ભાવમાં પણ તેજીના વળતા પાણી જોવા મળ્યા હતા. મિડ- કેપ ઈથેરના ભાવ 2343થી 2344 ડોલરવાળા આજે ઉંચામાં 2431થી 2432 ડોલર થયા પછી નીચામાં ભાવ 2153થી 2154 ડોલર થઈ 2289થી 2290 ડોલર રહ્યા હતા. ઈથેરમાં આજે 32થી 33 અબજ ડોલરનું ટ્રેડીંગ થયું હતું તથા માર્કેટ કેપ 273થી 274 અબજથી ઘટી આજે 267થી 268 અબજ ડોલર નોંધાયું હતું. સ્મોલ કેપ એકઆરપીના ભાવ 65થી 66 સેન્ટવાળા આજે ઉંચામાં 67થી 68 સેન્ટ તથા નીચામાં 61થી 62 સેન્ટ થઈ 64થી 65 સેન્ટ રહ્યા હતા. એક્સઆરપીમાં 3.08 અબજ ડોલરના સોદા પડયા હતા તથા માર્કેટ કેપ સહેજ ઘટી 64થી 65 અબજ ડોલરનું નોંધાયું હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268