બિટકોઈનમાં આજે 30થી 31 અબજ ડોલરનું ટ્રેડિંગ થયું હતું તથા બજાર ભાવ ઘટતાં બિટકોઈનનું માર્કેટ કેપ 649થી 650 અબજ ડોલરથી ઘટી 629થી 630 અબજ ડોલરના મથાળે ઉતરી ગયું હોવાનું બજારના સૂત્રોએ ઉમેર્યું હતું. અમેરિકામાં હવે શુક્રવારે બહાર પડનારા જોબગ્રોથના આંકડાઓ પર બજારના ખેલાડીઓની નજર રહી હતી. ક્રિપ્ટો કરન્સીની વિશ્વબજારમાં આજે નવા મહિનામાં આરંભ ભાવમાં ઘટાડા સાથે થયો હતો. જૂન અંતે પુરા થયેલા ત્રિમાસિકમાં બિટકોઈનના ભાવમાં 40થી 45 ટકાનું ગાબડું પડયા પછી આજે જુલાઈના આરંભમાં પણ નરમાઈ સાથે થતાં ખેલાડીઓમાં અજંપો જોવા મળ્યો હતો બિટકોઈનમાં આજે પુટ- કોલ રેશિયોમાં ઘટાડો જોવા મળ્યો હતો અને તેના પગલે ભાવમાં વધુ ઘટાડાનો સંકેત મળતાં બજારમાં નવું બાઈંગ ધીમું રહ્યાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન, બિટકોઈનના ભાવ આજે ઉંચામાં 35200થી 35201 ડોલર થયા પછી નીચામાં ભાવ 33011થી 33012 ડોલર થઈ 33568થી 33569 ડોલર રહ્યા હતા.
દરમિયાન, અમેરિકામાં આજે બહાર પડેલા જોબલેસ કલેઈમ્સના બેરોજગારીના દાવાઓમાં ઘટાડો થતાં ત્યાં જોબ માર્કેટ ફરી મજબુત બની રહ્યાનો સંકેત મળ્યો હતો. આવા બેરોજગારીના દાવાઓ ત્યાં 411000થી ઘટી 364000 આવ્યાના સમાચાર હતા. વિશ્વબજારમાં વિવિધ કરન્સીઓ સામે ડોલરનો ઈન્ડેક્સ વધ્યા પછી ઉંચેથી નીચે ઉતર્યાના નિર્દેશો મળ્યા હતા. બિટકોઈનમાં હવે નીચામાં 33 હજાર તથા ત્યારબાદ 30 હજાર ડોલરની સપાટીઓ મહત્ત્વની સપોર્ટ સપાટીઓ મનાઈ રહી છે. ઈન્સ્ટીટયુશન્સ માંગ હાલ ધીમી રહી છે.
જોકે સોરોસ ફંડ મેનેજમેન્ટ બિટકોઈનમાં ટ્રેડીંગ શરૂ કર્યાની ચર્ચા પણ આજે વિશ્વબજારમાં સંભળાઈ હતી. દરમિયાન, ઓપશન્સના ઓપન ઈન્ટરેસ્ટમાં ઘટાડો જોવા મળ્યો છે. દરમિયાન, અન્ય ક્રિપ્ટો કરન્સીઓમાં આજે ઈથેરના ભાવ ઉંચામાં 2286થી 2287 ડોલર થયા પછી નીચામાં ભાવ 2090થી 2091 થઈ 2100થી 2101 ડોલર રહ્યા હતા. ઈથેરમાં આજે 28થી 29 અબજ ડોલરનું વોલ્યુમ થયું હતું તથા માર્કેટ કેપ 247થી 248 અબજ ડોલરથી ઘટી 245થી 246 અબજ ડોલર થયું હતું. એક્સઆરપીના ભાવ આજે ઉંચામાં 70થી 71 સેન્ટ તથા નીચામાં 64થી 65 સેન્ટ થઈ 66થી 67 સેન્ટ રહ્યા હતા તથા 16 લાખ ડોલરના ટ્રેડિંગ વચ્ચે માર્કેટ કેપ 66થી 67 અબજ ડોલર નોંધાયું હતું.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268