ગાઝામાં કામ કરી રહેલા પત્રકાર બાહા ગુલને 3 બાળકો છે. આ કપરા સમયમાં અમે ટીવીનો અવાજ વધારીને રાખીએ છીએ, જેથી બહાર જે હુમલાઓ અને વિસ્ફોટ થાય એનો અવાજ ઘરમાં ન આવે. હું આખી રાત મારાં બાળકોને ભેટીને ઊંઘી જાઉં છું. સવાર સુધી મારી કમરમાં દુખાવો થઈ જાય છે અને મારા બંને હાથ હું કાન આડા રાખીને બેઠો હોઉં છું. ગુલે કહ્યું હતું કે મારાં બાળકોને આ પરિસ્થિતિથી દૂર રાખવા માટે અને માનસિક આરામ આપવા માટે હું વિવિધ પ્રયાસો કરતો રહું છું. પહેલા તેમને ચિત્ર દોરવા માટે આપું છું, ત્યાર પછી તેમની સાથે વાતો કરતો રહું છું.
જ્યારે બાળકો મારી પાસે ભયભીત થઈને આવે છે ત્યારે હું તેમને સમજાઉં છું કે બોમ્બવિસ્ફોટ દૂર થઈ રહ્યો છે, આપણે અહીં સુરક્ષિત છીએ, પરંતુ હું પણ જાણું છું કે ગાઝામાં અત્યારે કોઈપણ સુરક્ષિત નથી.અત્યારે હું મારા બાળકોને અગાશી પર રમવા પણ મોકલતો નથી, કારણ કે અહીં અગાશી પર રમતાં બાળકો ઉપર પણ બોમ્બવિસ્ફોટ થયા છે.ગાઝા અંગે તેમણે જણાવ્યું હતું કે હું 16 વર્ષથી પત્રકારત્વમાં છું અને મેં ઘણીબધી આવી લડાઈઓને કવર કરી છે, પરંતુ અત્યારે જે પ્રમાણે યુદ્ધ થઈ રહ્યું છે એ સાચ્ચે જ ગંભીર અને નુકસાન પહોંચાડે એવું છે.
ઇઝરાયલના હવાઈ હુમલાઓને કારણે ગાઝામાં વીજળી અને પાણીપુરવઠા નું નેટવર્ક તૂટી ગયું છે. ઓમર કહે છે, ‘ગાઝામાં ઘણા લોકો પાસે હવે વીજળી અને પાણી નથી. ઉનાળો આવે છે અને લોકો પાંખો પણ ચલાવી શકતા નથી. કેટલીક વાર ફોસ્ફરસ ગેસના બોમ્બ પણ ફેંકવામાં આવે છે. આ ગેસ શરીરના સંપર્કમાં આવતાં જ બળતરા થાય છે. જ્યારે આ ગેસનો બોમ્બ પડે છે ત્યારે લોકોએ બારીઓ પણ બંધ કરવી પડે છે. જો લોકો બારી બંધ કરે છે તો બોમ્બના અવાજથી તે તૂટી જાય છે અને જો બારી બંધ ન કરે તો ઘરમાં ગેસ ઘૂસવાનો ભય રહે છે. ‘
વધુ વાંચો
WHO એ આપી ચેતાવણી: WHO એ અમીર દેશોને કરી અપીલ, અત્યારે બાળકોને ન લગાવો કોરોના વેક્સીન.
ઇઝરાયેલ પેલેસ્ટાઇન હિંસા : ઇસ્લામિક દેશો આવ્યા પેલેસ્ટાઇનની મદદે
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268