નેપાળમાં વાદળ ફાટવાને કારણે , જળ પ્રલયની સ્થિતિ સર્જાઈ છે. વાદળ ફાટતા પડેલા અતિભારે વરસાદથી, ઘસમસતા પૂરમાં 3 ભારતીય સહીત કુલ 23 વ્યક્તિઓ તણાઈ ગયા છે. સ્થાનિકોને નજીકની સરકારી શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા છે. સિંધુપાલ ચોકમાં આવેલા પૂરના કારણે ઘણા લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે. મીડિયા રીપોર્ટ અનુસાર, વાદળ ફાટવાના કારણે આવેલા પૂરથી, ત્રણ Indian સહિત કુલ 23 લોકો ગુમ થયા છે. ગુમ થયેલા લોકોમાં ચીન China ના નાગરિકોનો પણ સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા ચાર દિવસથી મધ્ય Nepal માં Heavy Rain પડી રહ્યો છે. વરસાદને કારણે અનેક સ્થળોએ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઇ છે.
ગુરુવારે સવારે સિંધુપાલ ચોકમાં એકાએક The cloud burst વાદળ ફાટ્યું હતું. જેમાં 23 લોકો ગુમ થયા છે. સરકારી તંત્રે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી છે.મીડિયા રિપોર્ટ media report માં આરોગ્ય પ્રધાન શેર બહાદુર તમંગેને ટાંકીને જણાવાયુ છે કે, નેપાળના મેલમચી અને ઇન્દ્રવતી નદીઓમાં પૂરમાં 23 થી વધુ લોકો લાપતા છે. રિપોર્ટ્સ અનુસાર, મેલમચી નદીના કાંઠે આવેલા ગામોની ઝુંપડપટ્ટીના 300 જેટલી ઝૂંપડાઓ ઘસમસતા પૂરના પાણીમાં તણાઈ ગયા છે. તો લમજંગ જિલ્લામાં ઘણા મકાનોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અધિકારીઓના જણાવ્યાનુસાર નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારમાં આશરે 200થી વધુ મકાનો જોખમી અવસ્થામાં છે.
સિંધુપાલ ચોકના મુખ્ય જિલ્લા અધિકારી અરૂણ પોખરેલે કહ્યું કે, નેપાળ પોલીસ, સૈન્ય અને સશસ્ત્ર પોલીસ દળ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી છે.પૂરના કારણે મેલમચી પીવાના પાણી પુરવઠા પ્રોજેક્ટ ટીંબુબજાર, ચાનૌત બજાર, તલામરંગ બજાર અને મેલમચી બજારમાં ભારે નુકસાન થયું છે. લોકોના જાનમાલને પણ પારાવાર નુકસાન થવા પામ્યુ છે.
શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.