નેપાળની યતી એરલાઇન્સ નું ડોમેસ્ટિક વિમાન ક્રેસ 32 ની લાશ બહાર નીકળી
Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ
કાઠમાંડુથી નેપાળના પોખરા જઈ રહેલું યતિ એરલાઈન્સનું ATR-72 વિમાન રવિવારે સવારે કાસ્કી જિલ્લાના પોખરામાં ક્રેશ થયું હતું.
યતિ એરલાઇન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ પોસ્ટને જણાવ્યું હતું કે, જૂના એરપોર્ટ અને પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે ક્રેશ થયેલા ATR-72 એરક્રાફ્ટમાં કુલ 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતા.
નેપાળ સરકારે અકસ્માતને લઈને ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ દરમિયાન વડાપ્રધાન પુષ્પ દહલ પ્રચંડ કાઠમાંડુના કંટ્રોલ રૂમમાં પહોંચી ગયા છે
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરાયેલી તસવીરો અને વીડિયોમાં અકસ્માત સ્થળ પરથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળે છે.
હાલમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે.
મીડિયા અનુસાર યતી એરલાઇન્સના 72 સીટર ATR-72 વિમાને કાઠમાંડુથી પોખરા માટે ઉડાન ભરી હતી.
https://twitter.com/i/status/1614510500121047040
આ વિમાનમાં મુસાફરો ક્રૂ મેમ્બર સાથે કુલ 72 લોકો હતા. મળતી માહિતી મુજબ, પ્લેન પોખરા પહોંચ્યું હતું ત્યારે પહાડી વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
આ સાથે એવી માહિતી પણ મળી રહી છે કે ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના બની છે. વિમાન પહાડી સાથે અથડાયા બાદ ક્રેશ થયું અને નદીમાં પડ્યું.
નેપાળ સરકાર દ્વારા પ્લેનમાં સવાર મુસાફરોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી.
Nepal airoplane Crash