યુનાઇટેડ અરબ એમીરેટ્સના દુબઇ શહેરમાં સ્થિત દુનિયાના સૌથી મોટા પોર્ટમાંના એક જેબેલ અલી પોર્ટ પર ભીષણ વિસ્ફોટ થયો છે. એક કાર્ગો શીપમાં બુધવારે મોડી રાત્રે વિસ્ફોટ થવાને કારણે આગ લાગી હતી .આ વિસ્ફોટ એટલો ભયાનક અને પ્રચંડ હતો કે પોર્ટના આસપાસના વિસ્તારોની ઇમારતો હલી ગઇઅધિકારીઓએ જણાવ્યુ કે, ઘટનામાં જેબેલ અલી પોર્ટ પર એક જહાજમાં આગ લાગી ગઇ. વિસ્ફોટ બાદ પોર્ટથી 25 કિમી સુધીના વિસ્તારમાં આવતી તમામ ઇમારતો અને ઘરોમાં ધ્રૂજારીનો અનુભવ થયો.
શાહરૂખ ખાન દિલીપકુમારના નિવાસસ્થાને પહોંચ્યો, સાયરા બાનુ પ્રત્યે સંવેદના પાઠવી
વિસ્ફોટ થયાના સમાચાર મળતા જ દુબઇ નાગરીક સુરક્ષા દળો અને રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. વિસ્ફોટ થયાના અઢી કલાક બાદ જ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો. અધિકારીએ જણાવ્યુ કે, આ એક નાની શીપ હતી જેમાં 130 કંટેનર્સ સમાઇ શકતા હતા.હજી સુધી જાનહાનીને લઇ કોઇ સમાચાર સામે નથી આવ્યા. આ પોર્ટ પર સૌથી વધુ અવર-જવર અમેરીકાના શીપોની રહેતી હતી અને યુએસની બહાર તે યુએસના લડાકુ જહાજો માટેનો સૌથી વ્યસ્ત પોર્ટ છે.
મળતી માહિતી અનુસાર, દુબઇના મરીના ક્ષેત્રમાં રહેતા લોકોને વિસ્ફોટનો અવાજ સંભળાયો અને તેમણે જણાવ્યુ કે વિસ્ફોટના કારણે તેમના ઘરના બારી-બારણાં હલી ગયા. વિસ્ફોટ થવા પાછળનું કારણ હજી સામે નથી આવ્યુ. આ મામલે તપાસ હાલ ચાલી રહી છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268