ઓલિમ્પિક બાદ ટોક્યોમાં હવે પેરાલિમ્પિકની રોમાંચકતા જોવા મળશે. જાપાનની રાજધાનીમાં ગેમ્સનો રંગારંગ કાર્યક્રમ તથા આતશબાજી સાથે પ્રારંભ થયો છે. ઓપનિંગ સેરેમનીમાં ટેક ચંદના નેતૃત્વમાં ભારતીય ટીમે ગેમ્સ વિલેજથી માર્ચ પાસ્ટ કરી હતી. તેના હાથમાં ત્રિરંગો હતો અને ભારતના અન્ય સભ્યો તેની સાથે ચાલી રહ્યા હતા.
તમામના ચહેરા ઉપર માસ્ક હતો. ઓપનિંગ સેરેમનીના કેટલાક કલાક પહેલાં પૂર્વનિધારિત ધ્વજવાહક મરિયપ્પન થાંગવેલું અને ભાતીય ટીમના પાંચ અન્ય સભ્યોએક વ્યક્તિ જે કોરોના પોઝિટિવ હતો તેના સંપર્કમાં આવ્યા હતા. આ તમામને ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. છેલ્લા છ દિવસમાં ભારતીય એથ્લેટ્સમાં એક પણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. મરિયપ્પનના સ્થાને ટેક ચંદે ધ્વજ વાહકની ભૂમિકા અદા કરી હતી.
૫૭ વર્ષના લાંબા ગાળા બાદ ટોક્યોમાં ફરીથી પેરાલિમ્પિકનું આયોજન થઇ રહ્યું છે. ટોક્યો બે વખત આ ગેમ્સની યજમાની કરનાર પ્રથમ શહેર બની ગયું છે. ઓપનિંગ સેરેમનીમાં સંસ્કૃતિની વિવિધતાનો સમાવેશ કરવામાં આવ્યો છે અને પેરા એરપોર્ટ (વિમાનીમથક) જેવો મંચ તૈયાર કરવામાં આવ્યો હતો. સમારંભની શરૃઆત એક વીડિયોથી થઇ હતી જેમાં પેરા ખેલાડીઓની શક્તિ તથા રમત પ્રત્યેનું ઝનૂન દેખાડવામાં આવ્યું હતું.
આ વીડિયો પૂરો થવાની સાથે પેરા એરપોર્ટના કર્મચારીઓના જેવા ડ્રેસમાં કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સ્ટેડિયમની છત ઉપર ભવ્ય આતશબાજી જોવા મળી હતી. આ પહેલાં ઇન્ટરનેશનલ પેરાલિમ્પિક સમિતિના પ્રમુખ એન્ડ્રયુ પાર્સન્સ અને જાપાનના સમ્રાટ નારુહિતોનું સ્ટેડિયમમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ચાર વખતના ઓલિમ્પિક ફ્રી સ્ટાઇલ રેસલિંગ ચેમ્પિયન કાઓરી ઇકો અને સેફ્ટી કર્મચારી તાકુમી અસ્તાની સહિત છ વ્યક્તિ જાપાનનો ધ્વજ મંચ સુધી લઇને આવ્યા હતા. આ પેરાલિમ્પિકમાં વિક્રમી ૪૪૦૩ ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268