અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને જણાવ્યું છે કે 20 સપ્ટેમ્બરથી કોરોના વેક્સીનનો બૂસ્ટર ડોઝ અવેલેબલ થશે. બૂસ્ટર ડોઝ હજુ તે લોકોને જ લગાવવામાં આવશે, જેમને પોતાના બે ડોઝ લીધાને 8 મહિના સુધીનો સમય થઈ ગયો છે. જણાવી દઈએ કે અમેરિકન એક્સપર્ટ્સે એક્સ્ટ્રા પ્રોટેક્શન માટે બૂસ્ટર ડોઝ આપવાની ભલામણ કરી હતી.
બાઈડને ગુરુવારે કહ્યું કે 20 સપ્ટેમ્બરથી વેક્સીનનો બૂસ્ટર ડોઝ અવેલેબલ હશે. હજુ તેનું એપ્રુવલ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની પાસે પેન્ડિંગ છે, જેને ટૂંક સમયમાં મંજૂરી મળી જશે તેવી આશા છે. બાઈડને કહ્યું કે બૂસ્ટર ડોઝ બધા માટે મફત રહેશે અને તે લોકોને લગાવવામાં આવશે જેમને વેક્સીનનો બીજો ડોઝ લીધાને આઠ મહિનાનો સમય થઈ ચૂક્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડને બૂસ્ટર ડોઝને લઈને કરેલી આલોચનાઓને પણ નકારી દીધા છે.
તેણે કહ્યું કે, કેટલાંક નેતાઓ કહી રહ્યા છે કે અમેરિકાને વેક્સીનનો ત્રીજો ડોઝ ત્યાં સુધી નહીં આપવો જોઈએ. જ્યાં સુધી બાકી દેશોને પહેલો ડોઝ નથી મળતો. હું આ વાતથી અસહેમત છું. બાઈડને આગળ કહ્યું છે કે, અમે અમેરિકાની દેખભાળ કરી શકીએ છે, સાથે જ દુનિયાની પણ મદદ કરી શકીએ છે. અસલમાં દુનિયાના ઘણા દેશો સહિત વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને બૂસ્ટર ડોઝને લઈને ચિંતા જતાવી છે. ડબલ્યુએચઓના ચીફ સાયન્ટીસ્ટ ડૉ. સૌમ્યા સ્વામીનાથનનું કહેવું છે કે જો અમીર દેશ ગરીબ દેશોને વેક્સીન આપ્યા વગર પોતાના દેશમાં બૂસ્ટર ડોઝ આપે છે તો તેનાથી આ મહામારી વધારે વિકટ બની શકે છે.
તેમણે એ પણ કહ્યું છે કે હજુ સુધી એવો કોઈ ડેટા સામે આવ્યો નથી જેનાથી ખબર પડી શકે તે બૂસ્ટર ડોઝથી એકસ્ટ્રા પ્રોટેક્શન મળે છે. અમેરિકામાં ડેલ્ટા વેરિયન્ટના કેસોમાં થઈ રહેલા વધારાની વચ્ચે હાલમાં જ એક્સપર્ટ્સે કોરોનાથી એકસ્ટ્રા પ્રોટેક્શન માટે બૂસ્ટર ડોઝ આપવાની સિફારીશ કરી હતી. એક્સપર્ટે બૂસ્ટર ડોઝ બધાને લગાવવાની સિફારીશ કરી હતી. અમેરિકન હેલ્થ એક્સપર્ટે પહેલા નબળી ઈમ્યુનિટીવાળાને બૂસ્ટર ડોઝ આપવાની સિફારીશ કરી હતી પરંતુ પછીથી એક્સપર્ટ્સે તમામ લોકોને ત્રીજો ડોઝ આપવાની વાત કહી હતી. અમેરિકા સબહિત દુનિયાના અન્ય દેશોમાં ડેલ્ટા વેરિયન્ટના કેસોમાં વધારો થયેલો જોવા મળ્યા હતા.