કોરોનાના કહેરથી સમગ્ર દુનિયા પરેશાન છે અને અનેક સરકારો ધીરે ધીરે કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવાની શરતે તેના નાગરિકોને છૂટછાટ આપી રહી છે. પરંતુ, ચીનમાં નવા પ્રકારનું લોકડાઉન લાગૂ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 15 દિવસમાં ચીનમાં ડેલ્ટા વેરિયન્ટના હજારો નવા કેસ સામે આવ્યા છે અને આ પરિસ્થિતિએ સરકારની ચિંતા વધારી છે. આજ કારણે વધુ લોકો સુધી સંક્રમણ ફેલાતું અટકાવવા માટે ચીન સરકારે અનોખો નુસખો અપનાવ્યો છે.
ચીની સરકાર ભયજનક સ્થિતિમાં છે અને છેલ્લા 2 વર્ષથી કોરોનાથી થયેલા મોતનો આંકડો છૂપાવનાર ચીન હવે કોરોના ટેસ્ટની સંખ્યા વધારીને લોકોને ઘરમાં પૂરી રહી છે. મેડિકલ ટીમ ઘરે ઘરે જઈને લોકોના ટેસ્ટ કરી રહી છે. જો કોઈ વ્યક્તિ સંક્રમિત મળે તો તેને તેના પરિવાર સાથે જ તેને ઘરમાં જ પૂરી દેવાનું નક્કી કરવામાં આવ્યું છે અને સંક્રમિત દર્દીના ઘરની બહાર ખિલ્લા મારીને પાઈપ ફિટ કરવામાં આવે છે. જેથી આ વ્યક્તિ દરવાજો ન ખોલી શકે અને બહાર જઈને બીજા નાગરિકોને સંક્રમિત ન કરે.
Lockdown in China…
It’s ok as long as people don’t die of SARS-CoV-2… 🤫 pic.twitter.com/DGKhA9BcNK
— Byron Wan (@Byron_Wan) August 8, 2021
આ જબરજસ્તી અને જોહુક્મીની વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો સરકારનું આ વર્તન જોઈને ચોંકી ઉઠ્યા છે. અનેક કૉમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે ઓપિનિયન આપ્યો હતો કે , ” સરકાર દ્વારા અમાનવીય વર્તન થઈ રહ્યું છે.” બીજા યુઝરે કહ્યું હતું કે, ‘સરકારની ફરજ તેના નાગરિકોની સુરક્ષા કરવાનું છે. સુરક્ષા કરવાની જગ્યાએ તેઓ લોકોને ઘરમાં જ બંધ કરી રહી છે. આ કારણે, તો કોઈ પણ સંક્રમિતને ઈમરજન્સી મેડિકલ હેલ્પની જરૂર પડશે તો એ ક્યાં જશે?’
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268