શિન્ઝો આબે લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમને ગોળી વાગી હતી. શૂટરે પોલીસને જણાવ્યું હતું કે તેણે બીજા શહેરમાં ભાષણ દરમિયાન આબેને ગોળી મારવાની યોજના બનાવી હતી, પરંતુ પ્લાન બદલ્યો હતો.
જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ ગુરુવારે ભૂતપૂર્વ વડા પ્રધાન અને જાપાનના દિવગંત નેતા શિન્ઝો આબેના મૃત્યુ માટે પોલીસને જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યું કે શિન્ઝો આબેની સુરક્ષા માટે પૂરતી પોલીસ ન હતી.
જાપાનના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક આબેની શુક્રવારે પશ્ચિમ જાપાનના નારામાં ચૂંટણી રેલી દરમિયાન ભાષણ આપતી વખતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગોળીબારની તસવીરો અને વીડિયો દર્શાવે છે કે બંદૂકધારી ચૂંટણી સભામાં આબેની ખૂબ નજીક આવ્યો હતો.
ટૂંક સમયમાં એક કાર્યક્રમ થશે
કિશિદાએ કહ્યું કે નેશનલ પબ્લિક સેફ્ટી કમિશન અને નેશનલ પોલીસ એજન્સીના અધિકારીઓ તે દિવસે શું ખોટું થયું તેની તપાસ કરી રહ્યા છે અને તે પછી જરૂરી પગલાં લેશે. “મને લાગે છે કે સુરક્ષા પગલાં સાથે ઘણી સમસ્યાઓ હતી.
હું વિગતવાર તપાસ કરવા અને અન્ય દેશોના ઉદાહરણોનો અભ્યાસ કરીને આ ખામીઓને દૂર કરવા વિનંતી કરું છું.” તેમણે આ વર્ષના અંતમાં આબેના સન્માનમાં એક કાર્યક્રમનું આયોજન કરવાની પણ જાહેરાત કરી.
આ કારણે હત્યા કરવામાં આવી હતી
તમને જણાવી દઈએ કે પોલીસે આબે પર ગોળીબાર કર્યા બાદ હુમલાખોર તેત્સુયા યામાગામી (41)ને સ્થળ પર જ પકડી લીધો હતો. તે જાપાની નૌકાદળના ભૂતપૂર્વ સૈનિક હતો. મીડિયા અહેવાલોમાં જણાવાયું છે કે તેણે તપાસકર્તાઓને કહ્યું હતું કે આબે અને ધાર્મિક જૂથ વચ્ચેના સંબંધોની અફવાઓએ તેમનામાં આબે માટે નફરત પેદા કરી હતી અને તેણે ભૂતપૂર્વ વડા પ્રધાનની હત્યા કરી હતી.
પ્લાન પણ એક દિવસ પહેલા જ તૈયાર કરવામાં આવ્યો હતો
આબે સંસદીય ચૂંટણીમાં લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમને ગોળી વાગી હતી. જાપાનના શાસક પક્ષ અને તેના ગઠબંધન ભાગીદારે રવિવારે સંસદીય ચૂંટણીમાં મોટી જીત મેળવી હતી.
શંકાસ્પદ વ્યક્તિએ પોલીસને કથિત રીતે જણાવ્યું હતું કે તેણે એક દિવસ પહેલા બીજા શહેરમાં ભાષણ દરમિયાન આબેને ગોળી મારવાની યોજના બનાવી હતી, પરંતુ પ્રવેશ દ્વાર પર બેગની તપાસ કરવામાં આવી રહી હોવાથી અચાનક તે ઇરાદો પડતો મૂકવો પડ્યો હતો.