છેલ્લા કેટલાક સમયથી ગૌતમ અદાણી ની ગ્રુપ ઓફ કંપનીઝ રોકાણકારોને માલામાલ બનાવી રહી છે. આ સાથે તે જાતે ધનિક પણ બની રહ્યા છે અને સંપત્તિની દ્રષ્ટિએ તે મુકેશ અંબાણીથી થોડા જ પાછળ છે. હવે ગૌતમ અદાણી ગ્રુપની કંપની અદાણી વિલ્મર આ વર્ષે IPO લાવવાની વિચારણા કરી રહી છે. અદાણી વિલ્મર આ વર્ષે 1 અબજ ડોલર એટલે કે 7000 કરોડનો IPO લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.અદાણી વિલ્મર મારફતે ગૌતમ અદાણી બાબા રામદેવની કંપની રૂચી સોયા સાથે સ્પર્ધા કરશે. ફોર્ચ્યુન તેલ ઘણું લોકપ્રિય છે. આ સિવાય કંપની ચોખા, સોયાબીન, ચણાનો લોટ, કઠોળ, શાકભાજી, ખીચડી, સાબુ, લોટ, ખાંડ સહિતના ઉત્પાદકોનું ઉત્પાદન કરે છે. મોટાભાગનાં ઉત્પાદનો ફોર્ચ્યુનબ્રાન્ડ નામ હેઠળ આવે છે.
16 જૂનથી સોનાનાં દાગીના ખરીદતા પહેલાં આ માર્ક તપાસવાનું ભૂલશો નહિ
અદાણી વિલ્મરની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર ખાદ્ય તેલ બજારમાં દેશમાં સૌથી મોટું વિતરણ નેટવર્ક ધરાવે છે. તેના દેશભરમાં 85 સ્ટોક પોઇન્ટ અને 5000 ડિસ્ટ્રિબ્યુટર છે. રિટેલ માર્કેટમાં તેનો હિસ્સો આશરે 10 ટકા છે. તેનું ઉત્પાદન દેશભરમાં આશરે 15 લાખ રિટેલ આઉટલેટ્સ પર ઉપલબ્ધ છે. આરોગ્યને ધ્યાનમાં રાખીને કંપનીએ સ્પેશિયલ ઓઇલ રાઈસ બ્રાન અને વીવો લોન્ચ કર્યા છે. કંપનીની બીજી ખાદ્યતેલની બ્રાન્ડ, રૂપચંદા બાંગ્લાદેશમાં માર્કેટ લીડર છે. કંપનીની ત્યાં બે મોટી રિફાઈનરીઓ પણ છે.અદાણી ગ્રૂપની છ કંપનીઓની કુલ માર્કેટ કેપ તાજેતરમાં 100 અબજ ડોલરને પાર કરી ગઈ છે. આ છ કંપનીઓ – અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ એન્ડ સેઝ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ અને અદાણી ગ્રીન એનર્જી છે.
પતંજલિ રૂચી સોયા વિશે વાત કરીએ તો ઘણા ઉત્પાદનો ન્યુટ્રેલા, સન રિચ, રૂચી, વનસ્પતિના નામે બજારમાં છે.અદાણી વિલ્મરનું સૌથી લોકપ્રિય ઉત્પાદન ‘ફોર્ચ્યુન’ છે. આ કંપનીની સ્થાપના 1999 માં અદાણી ગ્રુપ અને સિંગાપોર સ્થિત વિલ્મર કંપની સાથેના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી હતી. વિલ્મર ગ્રુપનો વ્યવસાય મુખ્યત્વે એગ્રી બિઝનેસ છે. IPO વિશે વાત કરતા વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે કંપનીએ આ માટે ઇન્વેસ્ટમેન્ટ બેન્કરો તરીકે જેપી મોર્ગન અને કોટક મહિન્દ્રાની પસંદગી કરી હતી. હવે આ બે ઇન્વેસ્ટમેન્ટ બેંકો સિવાય બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિંચ અને ક્રેડિટ સુઇસનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268