શું તમે ક્યારેય વિચાર્યું છે કે સોનાથી સજાવેલા આઇસક્રીમનો સ્વાદ કેવો હશે? જો તમે વિચાર્યું નથી, તો હવે વિચારો કારણ કે બજારમાં સોનાથી સજાવેવો આઈસ્ક્રીમ ઉપલબ્ધ છે. જો કે તે એટલો મોંઘો છે કે એક જ સ્કૂપની કિંમતે 10 ગ્રામ કરતાં વધુ શુદ્ધ સોના અથવા આઇફોન ખરીદી શકાય છે. જાણો આ આઈસ્ક્રીમમાં બીજું શું છે જે તેને ખૂબ કિંમતી બનાવે છે.
સોનાના છંટકાવ કરીને પીરસાતી આ આઈસ્ક્રીમના એક સ્કૂપની કિંમત 60 હજાર રૂપિયા છે. દુબઈના સ્કૂપી કેફે દ્વારા આ આઈસ્ક્રીમ લોન્ચ કરવામાં આવ્યો છે, જે વિશ્વનો સૌથી મોંઘો આઈસ્ક્રીમ છે.
અભિનેત્રી અને ટ્રાવેલ બ્લોગર શેનાઝ ટ્રેઝરીએ તાજેતરમાં દુબઈની સફર દરમિયાન વિશ્વના સૌથી મોંઘા આઈસ્ક્રીમનો સ્વાદ ચાખ્યો. આ સાથે, તેણે આ ‘બ્લેક ડાયમંડ’ આઇસક્રીમ ખાતો પોતાનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેના કેપ્શનમાં તેણે લખ્યું છે, ‘એવું તે શું છે જે પૈસાથી ખરીદી ના શકાય? એક આઈસ્ક્રીમના 60,000 રૂપિયા! હું દુબઈમાં સોનું ખાઈ રહી છું. આ દુનિયાની સૌથી મોંઘી આઈસ્ક્રીમ છે. આ ટેસ્ટી આઈસ્ક્રીમ ખાવાનું ખૂબ જ રસપ્રદ હતું. અને હા, તેણે તે મને મફતમાં આપ્યું.
સ્કૂપી કેફે દ્વારા શરૂ કરાયેલ આ ‘બ્લેક ડાયમંડ’ આઈસ્ક્રીમમાં વેનિલા આઈસ્ક્રિમ ઉપરાંત ઉપર ઈરાની કેસર અને બ્લેક ટ્રફલ સાથે 23 કેરેટ ખાદ્ય ગોલ્ડથી સજાવટ કરવામાં આવી છે. આવી કિંમતી આઈસ્ક્રીમ પીરસાવાની શૈલી પણ શાહી છે. આ આઈસ્ક્રીમ ખૂબ જ સુંદર કાળા અને સોનેરી રંગના કપમાં પીરસવામાં આવે છે.
દુબઈમાં આ સ્કૂપી કેફે ઘણીવાર આવી વિશિષ્ટ અને ભવ્ય વાનગીઓ રજૂ કરે છે. તાજેતરમાં, તેણે 23 કેરેટ ખાદ્ય સોનાથી શણગારેલી કોફીનો ફોટો શેર કર્યો છે.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો
શાંતિશ્રમ જોડે
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268