સમયમાં ટેક્નોલોજીમાં પણ બદલાવ.
કોઈને કોઈ અપડેટ આવતું રહે છે.
Googleએ પણ બદલાવ કરવાનો ફેંસલો કર્યો છે.Google 5 મેથી Play Store સિસ્ટમમાં મોટા ફેરફારની જાહેરાત કરી છે.
ગૂગલના અપડેટ મુજબ, હવે 5 મેથી એપ્લિકેશન ડેવલપર્સએ નક્કર અને લોજિકલ માહિતી આપવી પડશે કે યુઝર્સના સ્માર્ટફોનમાં એક એપ્લિકેશનને અન્ય એપ્લિકેશન્સની માહિતી આપવાની મંજૂરી આપવી પડશે.
આ વાતનો ખુલાસો આર્સ્ટેચનીકાના અહેવાલમાં થયો છે.
ગૂગલે તેની ડેવલપર્સ પ્રોગ્રામ પોલિસીને અપડેટ કરી છે, જે એક એપ્લિકેશનને બીજી એપ્લિકેશનને ઍક્સેસ કરવાની મંજૂરી આપતા અટકાવે છે.
હાલમાં Android 11 એપ્લિકેશન તમારા ડિવાઇસની બધી એપ્લિકેશનોની દરેક પ્રકારની મંજૂરી માંગે છે.
નોંધનીય છે કે, Google Play storeમાં કેટલીક એપ્લિકેશનો છે જો તમે એપ્લિકેશન ફોનમાં ઇન્સ્ટોલ કરો છો તો એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતા પહેલા યુઝર્સ પાસેથી બાકીની એપ્લિકેશનોને ઍક્સેસ કરવાની પરવાનગી માંગવામાં આવે છે.
આ સ્થિતિમાં ઘણી એપ્લિકેશન્સ તમારા ફોનની અન્ય એપ્લિકેશન્સની મદદથી બેંકિંગ, રાજકીય જોડાણ અને પાસવર્ડ મેનેજમેન્ટ જેવી સંવેદનશીલ માહિતી પ્રાપ્ત કરવામાં સક્ષમ જાણી શકે છે.
ગૂગલ તરફથી હવે એપ્લિકેશન ડેવલપર્સ હવે એપ્લિકેશન લોંચ કરવાના હેતુ, શોધ અને ઇન્ટર ઓપેરેટ વિશે માહિતી મેળવશે.
જો કે સુરક્ષા કારણોસર આવી માહિતી બેંકિંગ એપ્લિકેશનમાંથી લેવામાં આવશે નહીં.
ગૂગલ 5 મે 2021 થી જાસૂસી એપ્લિકેશને બંધ કરવાની કામગીરી હાથ ધરશે.
હકીકતમાં, ગૂગલ પ્લે સ્ટોર પર મોટી સંખ્યામાં એપ્લિકેશનો છે, જે જાસૂસીનું કામ કરે છે, જેનો હેતુ ગુગલ તરફથી આ એપ્સ પર કડક પગલાં લેવામાં આવી શકે છે.
નોંધનીય છે કે, થોડા-થોડા સમયે ગુગલ તેની પોલિસીમાં બદલાવ લાવે છે.
ગૂગલ ટૂંક સમયમાં જ નવા સ્માર્ટફોન ગૂગલ પિક્સેલ 5 એ લોન્ચ કરવા જઇ રહી છે.
ગૂગલનો આ લેટેસ્ટ મોબાઈલની ભારતમાં આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે.
પરંતુ આ બધાની વચ્ચે એક ખાસ વાત એ છે કે ગૂગલ પિક્સેલ 5 એ ની સાથે ગૂગલ પિક્સેલ બડ્સ પણ લોન્ચ કરવામાં આવશે.
જે ટીડબ્લ્યુએસ સેગમેન્ટમાં ગુગલનું સ્મૂથ પ્રોડક્ટ હશે.
તાજેતરમાં, ગૂગલના આ નવીનતમ ઇયરબડ્સની ડિઝાઇન અને વિશિષ્ટતાઓ પણ જાણીતી છે.