આપત્તિજનક વીડિયોને લઇને અવાર નવાર ગૂગલને યૂઝર્સ પર દંડ ફટકારતા સાંભળવામાં આવ્યા છે પરંતુ એક વિવાદિત વીડિયો હટાવવામાં નિષ્ફળ રહેવા પર ઓસ્ટ્રેલિયન કોર્ટે ગૂગલ પર જ 4 કરોડનો દંડ ફટકાર્યો છે. રોયટર્સના રિપોર્ટ અનુસાર, કોર્ટે કહ્યુ કે યૂ-ટ્યુબ પર માનહાનિકારક વીડિયોને ડિલેટ ના કરવા પર પૂર્વ સાંસદને સમય પહેલા રાજનીતિ છોડવી પડી. જેની માટે Google પૂર્વ સાંસદને 715,000 ઓસ્ટ્રેલિયન ડૉલરનું વળતર આપશે. ભારતીય રૂપિયામાં તેની કિંમત 3 કરોડ 99 લાખ 95 હજાર 183 રૂપિયા છે.
કંટેન્ટ-શેયરિંગ વેબસાઇટ You Tubeના માલિક અલ્ફાબેટ ઇંક (Googl.o)એ ન્યૂ સાઉથ વેલ્સના તત્કાલીન ડેપ્યુટી પ્રીમિયર પર હુમલો કરનારા બે વીડિયો પ્રસારિત કરીને પૈસા કમાયા હતા. વર્ષ 2020ના અંતમાં પોસ્ટ કરવામાં આવ્યા બાદથી ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ન્યૂ સાઉથ વેલ્સમાં તેને લગભગ 800,000 વખત જોવામાં આવ્યો હતો.
જજ સ્ટીવ રેયર્સે કહ્યુ કે રાજનીતિક કોમેન્ટેટર જોર્ડન શેક્સના વીડિયોએ જોન બારિલારોની ગરીમા પર સવાલ ઉઠાવ્યા છે, તેમણે કોઇ પુરાવા વગર ભ્રષ્ટ ગણાવી દીધા હતા. જાતિય ટિપ્પણી કરવામાં આવી હતી અને અભદ્ર ભાષાનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો.
જજે આગળ કહ્યુ કે ગૂગલ અને મિસટ્ર શેક્સના કેમ્પેઇનથી જોન બારિલારોએ ઓક્ટોબર 2021માં રાજનીતિ છોડી દીધી હતી. આ કેસમાં ગૂગલનો વ્યવહાર ખોટો અને અનુચિત રહ્યો હતો જેને કારણે તેની પર દંડ ફટકારવામાં આવ્યો છે.