ગૂગલ હવે ક્રોમ બ્રાઉઝરને મોટું અપડેટ આપશે. આ અપડેટ બાદ પછી ક્રોમ બ્રાઉઝર યુઝર્સ માટે સર્ચિંગ અને ડાઉનલોડીંગ કરવું સરળ અને સલામત રહેશે. આવી સ્થિતિમાં ગૂગલ છેતરપિંડી જેવી ઘટનાઓને રોકવામાં મદદ મળશે.Google Chrome Update માં ગૂગલ એક નવું સેફ્ટી ફિચર શરૂ કરવા જઈ રહ્યું છે અને આ નવા ફીચર સાથે એક સ્કેનીંગ ટૂલ પણ રજૂ કરવામાં આવશે. આની મદદથી યુઝર્સ ફાઈલને ડાઉનલોડ કરતા પહેલા જ ખતરનાક ફાઇલો વિશેની માહિતી મેળવી શકશે. સુરક્ષિત બ્રાઉઝિંગ માટે આ સુવિધા ગયા વર્ષે શરૂ કરવામાં આવી હતી.
ક્રોમ સિક્યુરિટીના વરુણ ખાનેજાના જણાવ્યા અનુસાર, હવે આ સુવિધામાં એડિશનલ પ્રોટેક્શન આપવામાં આવી રહ્યું છે. આ કિસ્સામાં, જ્યારે યુઝર્સ ક્રોમ વેબ સ્ટોરમાંથી નવું એક્સ્ટેંશન ઇન્સ્ટોલ કરશે ત્યારે એક ડાયલોગ બોક્સ સ્ક્રીન પર દેખાશે. આ ડાયલોગ બોક્સ જાણ કરશે કે તમે જે એક્સ્ટેંશન ઇન્સ્ટોલ કરી રહ્યાં છો તે સુરક્ષિત છે કે નહીં.
Google Chrome Update ના આ નવા સેફટી ફીચર બાદ યુઝર્સ જયારે કોઈ ફાઈલને ક્રોમ દ્વારા અન્યને મોકલાશે ત્યારે ગૂગલ તેને સુરક્ષિત બ્રાઉઝિંગ માટે અપલોડ કરશે. ત્યારબાદ ગૂગલ આ લિંકને રીઅલ ટાઇમમાં ચેક કરશે અને જો ફાઇલ જોખમી હશે છે, તો ક્રોમ યુઝર્સને તેન જાણ કરશે. તે જ સમયે, યુઝર્સ સૂચનાને અવગણી શકે છે અને સ્કેન કર્યા વગર પણ ફાઇલ ખોલવા માટે સક્ષમ હશે. ત્યારબાદ અપલોડ કરેલી ફાઇલોને સ્કેનિંગના કેટલાક સમય પછી સુરક્ષિત બ્રાઉઝિંગમાંથી દૂર કરવામાં આવશે.ગૂગલના જણાવ્યા અનુસાર સૌથી વધુ સુરક્ષિત બ્રાઉઝિંગ માટે Google Chrome યુઝર્સ માટે અન્ય બ્રાઉઝિંગ કરતા 35 ટકા વધુ સુરક્ષિત છે.
શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.