ગુજરાતમાં સોમનાથ, દ્વારકા અને અંબાજી સહિતના યાત્રાધામોમાં ઓનલાઇન દર્શન અને આરતીનો લાભ લેવા માટે ભાવિકોને સુવિધા કરી આપવામાં આવી છે.
સોમનાથ મંદિરના પ્રાપ્ત આંકડા પ્રમાણે એક જ મહિનામાં આ મંદિરમાં 6.50 કરોડ ભક્તોએ દર્શનનો લાભ લીધો છે. આ આંકડો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. કોરોના સંક્રમણ અને મહામારીના સમયમાં સરકાર દ્વારા મૂકવામાં આવેલા નિયંત્રણોના કારણે ભાવિક ભક્તો તેમના ભગવાનના દર્શન રૂબરૂ કરી શકતા નથી પરંતુ ઓનલાઇન દર્શન કરવાની શરૂ કરવામાં આવેલી પ્રણાલિકાના કારણે એક જ મહિનામાં વિશ્વના 47 દેશોના 6.50 કરોડ ભક્તોએ ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં શિવજીના દર્શન કર્યા છે.
આવી જ રીતે ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં પણ દર્શન અને આરતીની ઓનલાઇન વ્યવસ્થા કરવામાં આવી છે. મહામારીના સમયમાં જે ભાવિકો મંદિરમાં જઇ શક્યા નથી તેવા લાખો ભાવિકોએ ઓનલાઇન દર્શન કર્યા છે. અંબાજી ટ્રસ્ટના સૂત્રો કહે છે કે જેવી રીતે સોમનાથમાં ભક્તોએ દર્શન કર્યા તેવી રીતે અમારી સોશ્યલ સાઇટ્સ પર પણ અંબાજી માતાના ભક્તોએ દર્શન અને આરતીનો લાભ લીધો છે.
સોમનાથ ટ્રસ્ટના સૂત્રોએ કહ્યું હતું કે મંદિરની સોશિયલ સાઇટ્સ પર દર મહિને પાંચ થી છ કરોડ ભાવિકો દર્શનનો લાભ લઇ રહ્યાં છે. સોમનાથમાં હવે સમુદ્ર ‘ર્શન માર્ગ અને અહલ્યાદેવી મંદિર તેમજ મ્યુઝિયમનું લોકાર્પણ કરવાનું થાય છે. કેન્દ્રની પ્રસાદ યોજના હેઠળ સોમનાથની ગૌશાળામાં ગાયની સંખ્યા 116 થઇ છે અને દૈનિક 250 લીટર દૂધ ઉત્પાદન થાય છે.
સોમનાથ મંદિરમાં હવે ઓનલાઇનની સાથે ફિઝીકલી દર્શન અને આરતીનો લાભ લેવા માટે ભક્તો આવી રહ્યાં છે. છેલ્લા 20 દિવસમાં 2.41 લાખ લોકોએ સોમનાથના દર્શન કર્યા છે. એવી જ રીતે અંબાજીના દર્શન માટે પણ ભક્તોની ભીડ ઉમટી રહી છે, જે શ્રાવણ મહિનાની શરૂઆત થતાં વધશે તેવું અનુમાન ટ્રસ્ટીઓ લગાવી રહ્યાં છે, જો કે કોરોના નિયંત્રણ માટે બનાવવામાં આવેલી ગાઇડલાઇન પ્રમાણે ભક્તોને રૂબરૂ દર્શનનો લાભ આપવામાં આવે છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268