કચ્છમાં એક સમયે અભયારણ્યમાં ઘોરાડ પક્ષીઓ જોવા મળતા હતા પણ તંત્રની બેદરકારીને લીધે હવે એકપણ ઘોરાડ બચ્યું નથી. ત્યારે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયે કચ્છમાં ઘોરાડની માહિતી આપતા અભ્યારણ્યમાં એક પણ ઘોરાડ પક્ષી ન હોવાની કેન્દ્રીય વનમંત્રાલયે કબૂલાત કરી છે.
રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલ દ્વારા વન અને પર્યાવરણ મંત્રાલયને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. જેમ કે, કચ્છના અભ્યારણ્યમાં 1 જાન્યુઆરીથી કેટલા ઘોરાડ છે?, પવનચક્કી અને વીજલાઈનથી ઘોરાડના મોત થયા છે? સરકારે આ તમામ બાબતે કેવા અને શું પગલા લીધા છે. રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલ દ્વારા પૂછાયેલા પ્રશ્નનો MOEF એ વિચિત્ર જવાબ આપતા કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયે જણાવ્યું કહ્યું કે, રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર કચ્છ ઘોરાડ અભ્યારણ્યમાં 1 જાન્યુઆરીની સ્થિતિએ એક પણ ઘોરાડ પક્ષી નથી.
Great Indian Bustard તરીકે ઓળખાતું આ અલભ્ય પક્ષી માત્ર ગુજરાતના કચ્છ અને રાજસ્થાનમાં જ જોવા મળે છે. ઘોરાડને બચાવવા માટે 1992 માં અબડાસા તાલુકાના જખૌ નજીક 202 વર્ગ કિલોમીટરના વિસ્તારને રાજ્ય સરકાર દ્વારા ઘોરાડ અભ્યારણ્ય તરીકે સુરક્ષિત કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા ત્રણ દાયકાથી આ અલભ્ય પક્ષી પ્રજાતિની સંખ્યામાં વધારો થવાની જગ્યાએ ઘટતી જોવા મળી રહી હતી. ભારતમાં માત્ર રાજસ્થાન અને ગુજરાતમાં કચ્છમાં જોવા મળતા ઘોરાડ પક્ષીને બચાવવામાં વનવિભાગ સદંતર નિષ્ફ્ળ જોવા મળ્યું છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268