આ વિશ્વમાં ઘણી એવી ઘટનાઓ બનતી હોય છે, જે ઘણી વખત લોકોને અચંબિત કરી દે છે. આવી જ કેટલીક રહસ્યમય ઘટનાઓ ચેક રિપબ્લિકના હોઉસ્કા કેસલમાં પણ બને છે. કહેવામાં આવે છે કે રહસ્યમય ખાડો છે, જેની ઊંડાઈ આજદિન સુધી કોઇ માપી શક્યો નથી. જેણે પણ તેને માપવાનો પ્રયત્ન કર્યો, તે સીધો નરકમાં જાય છે. આ હોઉસ્કા કેસલને વર્ષ 1253થી લઇ 1278ની વચ્ચે બનાવાયો હતો. આ ઘર બનાવવા પાછળ અહીં રહેતા ગ્રામજનોનો હેતુ એ રહસ્યમય ખાડાને ઢાંકવાનો હતો, જેની ઊંડાઈ અનંત છે. જેના કારણે લોકો તેને ‘નરકનો દરવાજો’ કહે છે.
સ્થાનિક લોકોનું માનવું હતું કે આ રહસ્યમય ખાડા અંગે કહેવામાં આવે છે કે 13મી સદીમાં એક કેદી સામે શરત રાખવામાં આવી કે તેની સજા માફ કરી દેવામાં આવશે, પરંતુ તેને જોવું પડશે કે આ ખાડો કેટલો ઊંડો છે. શરત સ્વીકાર્યા પછી તેને રસ્સા દ્વારા બાંધી એ ખાડામાં ઉતારવામાં આવ્યો, પરંતુ થોડાક જ સેક્ધડ પછી તેની ચીસો સંભળાઈ. જ્યારે કેદીને બહાર કાઢવામાં આવ્યો તો તે લગભગ વૃદ્ધ થઇ ગયો હતો.તેની ઉંમર સામાન્ય કરતા વધી ગઈ હતી.
હોઉસકા કેસલની અંદર કામ કરતા લોકો હંમેશા દાવો કરે છે કે તેમને ઇમારતના નીચેના માળે અજીબોગરીબ અવાજ સંભળાય છે. ઘણી વખત ત્યા ફરવા આતા લોકોએ પણ ચીસો સાંભળી છે.
આ ઘરના માલિકનો પણ દાવો છે કે તેણે વ્યક્તિગત રીતે ઇમારતની અંદર અસાધારણ ગતિવિધિઓ જોઇ છે. એક વખત તો તે તેના મિત્રો સાથે ઘરની અંદર પાર્ટી કરી રહ્યો હતો, ત્યારે તેના ડિનર ટેબલ પરનો ગ્લાસ અચાનક હવામાં ઉડવા લાગ્યો. આ જોઇ તમામ સ્તબ્ધ રહી હતા અને ત્યાંથી તરત ભાગી ગયા.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268